રામ મંદિર ભૂમિ પૂજન પહેલા અડવાણી-જોશી પર કેસ બંધ કરે સરકારઃ સુબ્રમણ્યમ સ્વામી
ભાજપના ફાયરબ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન (Ayodhya Ram Mandir foundation stone) પહેલા સરકાર પાસે મોટી માગ કરી છે. સ્વામીએ કહ્યુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi) સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત માળખાના કેસને બંધ કરી દેવો જોઈએ.
નવી દિલ્હીઃ ભાજપના ફાયરબ્રાંડ નેતા સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિ પૂજન (Ayodhya Ram Mandir foundation stone) પહેલા સરકાર પાસે મોટી માગ કરી છે. સ્વામીએ કહ્યુ કે, પીએમ મોદીએ ભૂમિ પૂજન કરતા પહેલા લાલકૃષ્ણ અડવાણી (Lal Krishna Advani), મુરલી મનોહર જોશી (Murli Manohar Joshi) સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા વિવાદિત માળખાના કેસને બંધ કરી દેવો જોઈએ. સ્વામીએ કહ્યુ કે, આ નેતાઓએ કોઈ મસ્જિદને તોડી નથી પરંતુ અહીં પહેલાથી બનેલા મંદિરના પુનર્નિર્માણ માટે તેનો કાટમાળ પાડ્યો હતો.
પીએમના અયોધ્યા પ્રવાસ પહેલા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્વીટ કીરને બાબરી કેસને ફરી ઉપાડ્યો છે. સ્વામીએ ટ્વીટ કરીને કહ્યુ કે, અયોધ્યા જતા પહેલા પીએમે અડવાણી, જોશી સહિત બાકી નેતાઓ પર ચાલી રહેલા કથિત મસ્જિદ વિધ્વંસના કેસને સમાપ્ત કરી દેવો જોઈએ. આ નેતાઓએ કોઈ મસ્જિદને તોડી નથી. ત્યાં પહેલાથી જ રામમંદિર હતુ જેને તોડીને ત્યાં વિવાદિત માળખુ ઉભુ કરવામાં આવ્યું હતું. આ વાતનો સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર કર્યો છે. આ નેતાઓએ પહેલાથી સ્થાપિત તે મંદિરના પુનનિર્માણ માટે માત્ર તે કાટમાળને પાડ્યો હતો.
લાલજી ટંડનનું નિધન, PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ, યૂપીમાં 3 દિવસનો રાજકીય શોક
મહત્વનું છે કે રામ મંદિર ભૂમિ પૂજન 5 ઓગસ્ટે થવાનું છે. શ્રી અયોધ્યા તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનાવવા માટે પીએમ નરેન્દ્ર મોદીને આમંત્રણ મોકલ્યું છે, જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. પીએમ મોદી 5 ઓગસ્ટે સવારે 11 કલાકથી બપોરે 1 કલાક સુધી અયોધ્યામાં રહેશે. આ દરમિયાન તેઓ ભૂમિ પૂજન સિવાય ટ્રસ્ટના સભ્યો અને અયોધ્યાના સંતો સાથે મુલાકાત કરશે. પીએમ મોદીની સાથે સીએમ યોદી અને રાજ્યપાલ આનંદીબહેન પટેલ પણ તે દિવસે અયોધ્યામાં રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube