નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સંકટ કાળ દરમિયાન જેઈઇ (JEE 2020), નીટ (NEET) અને પરીક્ષાઓને રદ કરવાની માંગ વધી રહી છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વકીલ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ 'નિશંક' ને જેઇઇ અને નીટ પરીક્ષાને દિવાળી બાદ આયોજિત કરવાની માંગ કરી છે. આ ઉપરાંત સ્વામીએ પીએમ મોદીને એક અર્જન્ટ પત્ર પણ લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ પોતાના ટ્વિટમાં લખ્યું 'મેં શિક્ષણ મંત્રીને સૂચન આપ્યું છે કે નીટ અને અન્ય પરીક્ષાઓને દિવાળી બાદ યોજવી જોઇએ. જ્યારે સુપ્રીમ કોર્ટ પરીક્ષાઓ યોજવાની તારીખ નક્કી કરવાની જવાબદારી સરકારને સોંપી ચૂક્યું છે તો તેમાં કોઇ વિઘ્ન નથી. હું અત્યારે પ્રધાનમંત્રીને એક અર્જન્ટ પત્ર લખી રહ્યો છું.'

બસમાં માણો 'દિલ્હીથી લંડન' સુધીના પ્રવાસની મજા, ફક્ત લાગશે આટલા દિવસ


ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy)એ પીએમ મોદીને મોકલેલા પત્રમાં લખ્યું છે કે આખા દેશમાં અત્યારે નીટ, જેઈઇ અને અન્ય પરીક્ષાઓ આયોજિત કરવા માટે યોગ્ય સમય નથી. ઉદાહરણ તરીકે જો મુંબઇને જોઇએ તો અહી ટ્રાંસપોર્ટની કોઇ સુવિધા નથી. લોકોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે 20-30 કિમી પગપાળા ચાલવું પડશે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube