નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર (Jammu and Kashmir) માં સુરક્ષાબળો (Security forces)ના આક્રમક અભિયાનથી આતંકવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. સેના, સીઆરપીએફ અને જમ્મૂ કાશ્મીર પોલીસે મળીને ગત 4  દિવસમાં 6 આતંકવાદી ઠાર માર્યા છે. સુરક્ષાબળોએ ગુરૂવારે દાનિશ નામના એક આતંકવાદીને ઠાર માર્યો. તેની પાસેથી મોટ્રી માત્રામાં હથિયાર અને દારૂ ગોળાનો જથ્થો મળી આવ્યો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમ્મૂ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે જણાવ્યું કે ગત ચાર દિવસમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ચલાવવામાં આવેલા ઓપરેશનોમાં 6 આતંકવાદી ઠાર માર્યા છે. અભિયાનોમાં મોતને ભેટેલા 4 આતંકવાદી કાશ્મીરમાં સક્રિય ટોપ 10 યાદીમાં સામેલ હતા. મૃતક આતંકવાદીઓને ઉત્તરી કાશ્મીરમાં સક્રિયા લશ્કર-એ-તૈયબાના સૌથી મોટા કમાન્ડર સજ્જાદ હૈદર, તેનો પાકિસ્તાની સાથે ઉસ્માન અને એક સ્થાનિક કામીરી સહયોગી અનાઇતુલ્લા પણ સામેલ હતો. 


ડીજીપીએ જણાવ્યું કે સજ્જાદ હૈદર ઘણી આતંકવાદી ઘટનાઓમાં સામેલ હતો અને તેને જિહાદના નામે ઘણા યુવા કાશ્મીરી યુવાનોને કટ્ટરપંથી બનાવ્યા. તેના મૃત્યુંથી કાશ્મીરના લોકોને રાહત મળશે. ગુરૂવારે પણ એક મુઠભેડમાં પાકિસ્તની આતંકવાદી દાનિશ મોતને ભેટ્યો હતો. 


કાશ્મીર રેંજના આઇજીપી વિજય કુમારે કહ્યું કે બુધવારે પણ બે આતંકવાદી ઠાર માર્યા હતા. તેમાંથી એક લશ્કર કમાંન્ડર નસીર-ઉ-દીન લોન પણ હતો. જે 18 એપ્રિલના રોજ સોપાર અને 4 મેના રોજ હંદવાડામાં સીઆરપીએફના કુલ 6 જવાનોની હત્યામાં સામેલ હતા. હંદવાડા હુમલા દરમિયાન આતંકવાદીઓએ સીઆરપીએફના એક જવાને બંદૂક છિનવી લીધી હતી. જેને નસીર લોન પાસેથી મળી આવી. સુરક્ષાબળો માટે નસીર લોન અને દાનિશને મારવો મોટી સફળતા છે. 


એન્કાઉન્ટર બાદ કાશ્મીર જોન પોલીસે પોતાના ટ્વિટર હેન્ડલ પર 18 એપ્રિલના રોજ સોપોરના અહદ બાબા ચોક પર CRPF ના જવાનો પર થયેલા આતંકવાદી હુમલાના સીસીટીવી ફૂટેજ શેર કર્યા. આ ફૂટેજમાં નસીર લોન સીઆરપીફ જવાનો પર ફાયરિંગ કરતાં જોવા મળી રહ્યા હતા. પોલીસે લખ્યું કે 19 ઓગસ્ટના રોજ ન્યાય થઇ ગયો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube