નવી દિલ્હી: પૂર્વી લદાખમાં અતિક્રમણ કરનાર ચીન (China) સતત નવી-નવી ચાલ ચાલવામાં લાગેલું  છે. ચીને હવે શાંત ગણાતા ઉત્તરાખંડ (Uttrakhand) સેક્ટરમાં પણ પોતાની સક્રિયતા વધારતાં LAC પર બનેલી મોનિટરિંગ સિસ્ટમને અપડેટ કરી છે. આ મોનિટરિંગ સિસ્ટમ મદદથી ચીન ભારતીય સેનાની ગતિવિધિઓ પર 24 કલાક નજર રાખી શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુપ્તચર રિપોર્ટના અનુસાર ઉત્તરાખંડમાં ભારતની સીમા બારાહોતી (Barahoti)થી ત્રણ કિલોમીટર આગળ તુન-જુન-લા સુધી છે. ગુપ્તચર રિપોર્ટના અનુસાર ચીને હવે આ વિસ્તારમાં પોતાના તરફથી લગાવેલા સર્વિલાન્સ સિસ્ટમને અપગ્રેડ કરી છે. ચીને હવે ત્યાં પર 180 ડિગ્રી સુધી ફરનાર 2 નવા કેમેરા લગાવ્યા છે. સાથે જ અલગ-અલગ ઉંચાઇવાળૅઅ ઘણા થાંભલા પણ તે વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. તે કેમેરાને વિજળી આપૂર્તિ કરવા માટે ચીને એક મોટા સોલાર પેનલ અને એક વિંડમિલ પણ વિસ્તારમાં લગાવવામાં આવ્યા છે. ચીને તે વિસ્તારમાં એક નાની હટ બનાવી છે. જેમાં સર્વિલાન્સ સહિત ઘણા પ્રકારના નિર્માણની સામગ્રી રાખવામાં આવી છે.

જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોને મોટી સફળતા, 4 દિવસમાં 6 આતંકવાદી ઠાર માર્યા


તમને જણાવી દઇએ કે ચીને ગત વર્ષે સપ્ટેમ્બરમાં તુન જુન લા વિસ્તારમાં એક સર્વિલાન્સ સિસ્ટમ લગાવવામાં આવી હતી. તે સિસ્ટમને હવે અપગ્રેડ કરવામાં આવી છે. નવા સિસ્ટમમાં કેમેરાની પોઝિશન આ પ્રકારે કરવામાં આવી છે ચીનની પીએલએ સમગ્ર બારાહોતી વિસ્તારમાં નજર રાખી શકે છે. આ કેમેરા દ્વારા ચીન આ વિસ્તારમાં ભારતીય સૈન્ય ગતિવિધિઓ પર પણ નજર રાખી રહ્યું છે. ચીનની આ નવી ચાલને જોતા ભારતીય સેના પણ સતર્ક છે અને તેને પણ વિસ્તારમાં મોનિટરિંગ સિસ્ટમ મજબૂત કરી દીધી છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube