Budget 2020 પહેલા મોદી સરકારે કર્યું મોટું કામ, લોકો પાસેથી માંગ્યા સૂચનો
મોદી સરકાર (Narendra Modi) આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ એવુ બજેટ (Budget 2020) રજૂ કરવા માંગે છે, જેમાં દરેક વર્ગની સુવિધાઓને ધ્યાનમાં રાખવામાં આવી શકે. તેના માટે વડાપ્રધાન કાર્યાલય બજેટથી પહેલા હાલ વિવિધ સજેશન લેવામાં લાગ્યું છે. બીજેપી પણ ગત દિવસોમાં સામાન્ય લોકોની સાથે પ્રિ બજેટ કન્સલટેશન મીટિંગ દ્વારા તેમની માંગોથી વાકેફ થઈ રહ્યાં છે. આ દરમિયાન એક દેશ, એક સ્કૂલ અને ટેક્સમાં છૂટ જેવા તમામ સજેશન સરકારને મળ્યાં છે, જેને ફાઈનાન્સ મિનીસ્ટ્રીને મોકલવામાં આવ્યા છે.
નવી દિલ્હી :મોદી સરકાર (Narendra Modi) આ વખતે 1 ફેબ્રુઆરીના રોજ એવુ બજેટ (Budget 2020) રજૂ કરવા માંગે છે, જેમાં દરેક વર્ગની સુવિધાઓને ધ્યાનમાં રાખવામાં આવી શકે. તેના માટે વડાપ્રધાન કાર્યાલય બજેટથી પહેલા હાલ વિવિધ સજેશન લેવામાં લાગ્યું છે. બીજેપી પણ ગત દિવસોમાં સામાન્ય લોકોની સાથે પ્રિ બજેટ કન્સલટેશન મીટિંગ દ્વારા તેમની માંગોથી વાકેફ થઈ રહ્યાં છે. આ દરમિયાન એક દેશ, એક સ્કૂલ અને ટેક્સમાં છૂટ જેવા તમામ સજેશન સરકારને મળ્યાં છે, જેને ફાઈનાન્સ મિનીસ્ટ્રીને મોકલવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક એવુ સજેશન મળ્યું છે, જેમાં સ્કૂલોની ફઈ નક્કી કરવાની વાત કરવામાં આવી છે. એક વ્યક્તિએ પોતાના સજેશનમાં લખ્યું છે કે, ‘સર, અમારી તમામ બચત ટેક્સમાં જતી રહે છે. કંઈક કરો પ્લીઝ. એક દેશ, એક સ્કૂલ થાય, જેમાં ફી નક્કી કરવામાં આવે.’
Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો
એક વ્યક્તિ નવનીત શર્માએ પીએમઓને સૂચન આપ્યું કે, ‘વડાપ્રધાનજી, હું એક સામાન્ય નાગરિક છું. આજના સમયમાં મોંઘવારી બહુ જ વધી ગઈ છે, અને પ્રાઈવેટ સ્કૂલોમાં ફી બહુ જ વધારે છે. આ વિશે કંઈક વિચારો...’
દેશની જનતાએ ટેક્સમાં છૂટથી લઈને સૌથી વધુ સૂચનો કર્યા છે. રાજેન્દ્ર સિંહ હીરાએ લખ્યું કે, વરિષ્ઠ નાગરિકોની બચત પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવે, જેથી તેઓને જીવન જીવવામાં તકલીફ ન પડે.
અન્ય એક વ્યક્તિ મનુ કપિલાએ સૂચન આપ્યું કે, પીપીએફ ડાકઘર બચત યોજનામાં વાર્ષિક 1.5 લાખની લિમિટ વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવે. તેનાથી બેંકો પાસે રૂપિયા આવશે. ઈન્કમ ટેક્સ છૂટને વધારીને 5 લાખ રૂપિયા વાર્ષિક કરવામાં આવે અને ટેક્સ ગણતરી તેની ઉપરની રકમ પર કરવામાં આવે. તેનાથી મિડલ ક્લાસના હાથમાં વધુ રૂપિયા આવશે. LTCG ટેક્સને ટેક્સ ફ્રી કરવામાં આવે.
online bankingમાં પાસવર્ડ યાદ રાખવાની ઝંઝટમાંથી મળશે, જો તમારું આ બેંકમાં એકાઉન્ટ હશે તો...
આ ઉપરાંત દેશના જાગૃત નાગરિકોએ સજેશન આપ્યા કે, જે લોકો રેલવેમાં 15 વાર વગર ટિકીટ મુસાફરી કરતા પકડાય, તેઓને સરકારી નોકરીઓ માટે પ્રતિબંધિત કરવા જોઈએ. કેમ કે, રેલવેમાં ટિકીટ વગર મુસાફરી કરનારા લોકોની સંખ્યા વધુ છે.
આમ, બજેટ 2020 પહેલા સરકારને દેશભરમાંથી અંદાજે 1 લાખ સૂચનો મળ્યાં છે. વડાપ્રધાન કાર્યાલય આ સૂચનો પર રચનાત્મક રીતે વિચાર કરી રહ્યું છે. ગત વર્ષે બજેટામં પણ મોદી સરકારે જનતાના સૂચનોને સામેલ કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...