Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો

આજકાલ બેંકથી લઈને ઘર સુધી તમામ કામો માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમારા આધાર કાર્ડમાં હજુ સુધી પણ એડ્રેસ તથા અન્ય માહિતી ખોટી હોય તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, આધાર (Aadhaar) જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ આધારમાં નામ, એડ્રેસ અને જન્મ તિથિ બદલવા માટે નવી સિસ્ટમ જાહેર કરી છે. આ નવા નિર્ણય અંતર્ગત હવે તમારે એડ્રેસ બદલવા માટે કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ્સની જરૂર નહિ પડે.
Aadhar Cardમાં માહિતી બદલાવવી છે તો ટેન્શન લેવાની જરૂર નથી, અપનાવો આ સરળ રસ્તો

અમદાવાદ :આજકાલ બેંકથી લઈને ઘર સુધી તમામ કામો માટે આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો તમારા આધાર કાર્ડમાં હજુ સુધી પણ એડ્રેસ તથા અન્ય માહિતી ખોટી હોય તો જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. કારણ કે, આધાર (Aadhaar) જાહેર કરનારી સરકારી સંસ્થા UIDAIએ આધારમાં નામ, એડ્રેસ અને જન્મ તિથિ બદલવા માટે નવી સિસ્ટમ જાહેર કરી છે. આ નવા નિર્ણય અંતર્ગત હવે તમારે એડ્રેસ બદલવા માટે કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ્સની જરૂર નહિ પડે.

UIDAI એ કરી ટ્વિટ
UIDAI પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરતા આ માહિતી આપી છે. જો તમારી પાસે કોઈ પણ વેલિડ ડોક્યુમેન્ટ્સ નથી, તો તમે ગ્રૂપ અને ગ્રૂપ બી ગેજેટેડ ઓફિસર/ગામના પ્રધાન/પોતાના વિસ્તારના સાંસદ, સરાકરી એજ્યુકેશન સંસ્થાના અધિકારી/સુપરિટેન્ડન્ટ/વોર્ડન વગેરેની આધારની સંસ્થા UIDAI તરફથી જાહેર એક સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ પર પોતાની ડિટેઈલ્સ ભરીને તેના પર હસ્તાક્ષર કરાવીને લાવવાનું રહેશે. તેના દ્વારા તમારા આધાર કાર્ડમાં નામ, એડ્રેસ બદલાઈ જશે. 

ઉલ્લેખનીય છે કે, આજકાલ તમારા આધાર એન્રોલમેન્ટ માટે કોઈ પણ ચાર્જ આપવાનો રહેતો નથી, જો તમે પહેલીવાર આધાર બનાવાવ માટે એનરોલ કરી રહ્યા છો તો તમારા માટે તે બિલકુલ ફ્રી છે. 

  • સૌથી પહેલા તમારે આધારની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનુ રહેશે.
  • તેના બાદ જે શહેર માટે એપોઈન્ટમેન્ટ બુક કરવા માંગો છો તે શહેરને સિલેક્ટ કરો.
  • તેના બાદ તમારે તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે, જેના પર ઓટીપી મોકલવામાં આવશે.
  • હવે તમારે તમારો આધાર નંબર અને નામ ફીલ કરવાનું રહેશે.
  • તેના બાદ તારીખ અને ટાઈમ સિલેક્ટ કર્યા બાદ તમારે એપોઈન્ટમેન્ટ બુકિંગ નંબર મળશે.

114 સેન્ટરમાં ઉપલબ્ધ છે આ સુવિધા
તમને જણાવી દઈએ કે, આ સુવિધા ભારતના 114 સેન્ટર પર ઉપલબ્ધ છે, જેમાંથી 53 શહેરોમાં જલ્દી જ ઓપરેશન શરૂ થઈ જશે. તેના સાથે જ તો તમે આધાર સાથે જોડાયેલી કોઈ તકલીફ હોય તો ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરી શકો છો. આ સાથે જ તમે help@uidai.gov.in પર પણ ઈમેઈલ કરી શકો છો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news