Government Scheme: શાનદાર યોજના, ફક્ત 1 રૂપિયા રોકાણ કરો અને મેળવો 10 લાખથી પણ વધુ રકમ, આ રહી ડિટેલ
જો તમે ઓછા પૈસામાં શાનદાર અને સુરક્ષિત નફો મેળવવા ઈચ્છતા હોવ તો કેન્દ્ર સરકાર તમારા માટે સારી યોજના લાવી છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરીને સાથે સાથે આવકવેરામાં પણ બચત કરી શકશો.
Sukanya Samriddhi Yojana: જો તમે ઓછા પૈસામાં શાનદાર અને સુરક્ષિત નફો મેળવવા ઈચ્છતા હોવ તો કેન્દ્ર સરકાર તમારા માટે સારી યોજના લાવી છે. આ યોજનામાં રોકાણ કરીને તમે તમારી દીકરીઓનું ભવિષ્ય સુનિશ્ચિત કરીને સાથે સાથે આવકવેરામાં પણ બચત કરી શકશો. આ યોજના હેઠળ તમે રોજનો માત્ર એક રૂપિયો રોકાણ કરીને પણ રિટર્ન મેળવી શકો છો. જાણો તેના વિશે....
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana)
સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) કેન્દ્રય સરકારની એક નાની બચત યોજના છે જેને બેટી બચાવો બેટી બચાવો યોજના હેઠળ લોન્ચ કરવામાં આવી છે. નાની બચત યોજનાની યાદીમાં સુકન્યા સૌથી સારી વ્યાજદરવાળી યોજના છે. માત્ર 250 રૂપિયાથી એકાઉન્ટ ખોલી શકાય છે. તેનો અર્થ એ થયો કે જો તમે રોજ એક રૂપિયો પણ બચાવશો તો તમે આ યોજનાનો લાભ લઈ શકશો. કોઈ એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જરૂર જમા કરો. ધ્યાન આપો કે કોઈ એક નાણાકીય વર્ષમાં SSY ખાતામાં એકવાર કે અનેકવારમાં 1.5 લાખ રૂપિયાથી વધુ જમા કરી શકશો નહીં.
7.6 ટકાના દરથી વ્યાજ
આ યોજના હેઠળ તમને 7.6 ટકાના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું છે. અગાઉ 9.2 ટકા સુધી વ્યાજ મળેલું છે. એટલું જ નહીં 8 વર્ષની ઉંમર બાદ દીકરીના ઉચ્ચ શિક્ષણ માટે ખર્ચના મામલે 50 ટકા સુધીની રકમ કાઢી પણ શકાય છે. હાલ SSY માં 7.6 ટકાના દરથી વ્યાજ આપવામાં આવી રહ્યું હતું જે આવકવેરા છૂટ સાથે છે. આવામાં જો તમે તમારી દીકરીના ભવિષ્ય માટે ચિંતિત હોવ તો આજે જ આ યોજનાનો લાભ ઉઠાવો.
કેવી રીતે ખુલાવશો ખાતું
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કોઈ પણ પોસ્ટ ઓફિસ કે કમર્શિયલ બ્રાન્ચની અધિકૃત શાખામાં ખાતું ખોલાવી શકાય છે. જેમાં બાળકીના જન્મ બાદ 10 વર્ષ પહેલાની ઉંમરમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરીને ખાતું ખોલાઈ શકાય છે. ચાલુ નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા થઈ શકે છે. નોંધનીય છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવ્યા બાદ ગર્લ ચાઈલ્ડના 21 વર્ષ થવા કે 18 વર્ષની ઉંમર બાદ જ્યાં સુધી તેમના લગ્ન ન થાય ત્યાં સુધી ચલાવી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube