ઠગાઈના આરોપમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક પત્ર સામે આવ્યો છે. જેમાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપરાંત આમ આદમી પાર્ટી પર ચોંકાવનારા આરોપ લગાવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટર બોમ્બ ફોડ્યો
સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રમાં લખ્યું કે, 'અરવિંદ કેજરીવાલ અને તેમના સહયોગીઓ સતત સવાલ ઉઠાવી રહ્યા છે કે મે આ હવે કેમ કર્યું, મે ઈડી અને સીબીઆઈ સામે આ વાત કેમ ન ઉઠાવી. હું જવાબ આપવા માંગુ છું કે આ ખુલાસો મે પહેલા એટલા માટે ન કર્યો કારણ કે હું સતત સારી વાતોને ઈગ્નોર કરી રહ્યો હતો. પરંતુ જ્યારે મને સતત જેલ પ્રશાસન તરફથી ધમકીઓ મળવા લાગી અને મારા પર ગોવા અને પંજાબ ચૂંટણી દરમિયાન ફંડ ઉપલબ્ધ કરાવવાનું દબાણ બનવા લાગ્યું તો મે પછી આમ કરવાનું મન બનાવી લીધુ. કાયદા મુજબ જ આ મામલે આગળ વધી રહ્યો છું, ભાઈ આ કોઈના કહેવા પર કે દબાણ કરવા પર નથી કરી રહ્યો.'


ચૂંટણી માટે ફંડ ઉપલબ્ધ કરાવવાનો આરોપ
પત્રમાં સુકેશ ચંદ્રશેખરે આગળ લખ્યું છે કે 'કેજરીવાલજી એ જણાવો કે મિસ્ટર જૈન કેમ સતત મને કહી રહ્યા હતા કે જે ફરિયાદ મે સંદીપ ગોયલ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં ફાઈલ કરી છે તે હું પાછી ખેંચી લઉ. મને કેમ એ વાતની ધમકી અપાઈ રહી હતી કે હું ચૂંટણી માટે ફંડ ઉપલબ્ધ કરાવું. જો તમે સાચા હોવ તો તપાસથી કેમ ડરી રહ્યા છો.'


કોઈની મદદની જરૂર નથી-સુકેશ ચંદ્રશેખર
સુકેશ ચંદ્રશેખરે પત્રમાં આગળ લખ્યું છે કે 'કેજરીવાલજી, મનીષજીએ કહ્યું છે કે હું આ બધુ એટલા માટે કરી રહ્યો છું કારણ કે મારા કેસમાં મારી મદદ કરવામાં આવી રહી છે? મને તેનો જવાબ આપતા ખુશી થશે કે દુર્ભાગ્યવશ, આ ખુબ ખોટું છે. કારણ કે મને કોઈની મદદ માટે કોઈ રસ નથી અને સૌભાગ્યથી હું મારું ધ્યાન સારી રીતે રાખી શકું છું અને મારે કોઈની મદદની જરૂર નથી. આથી કૃપા કરીને મુદ્દાને ભટકાવવાની કોશિશ ન કરો અને જવાબ આપો.' 


મને ધમકાવવાનું બંધ કરો
સુકેશ ચંદ્રશેખરે પત્રમાં લખ્યું છે કે કેજરીવાલજી જીતના સપના જોવાનું છોડી દો. કારણ કે હવે લોકોને તમારું નાટક, તમારું જૂઠ બધુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કેજરીવાલજી મને ધમકાવવાનું બધ કરો અને મને લાલચ આપવાનું બંધ કરો. મને તમારી કોઈ પણ ઓફરમાં હવે કોઈ રસ નથી હું પાછળ નહીં હટું. મારી કોશિશ રહેશે કે લેવડદેવડને કોર્ટની સામે લાવી શકાય. આભારી છું કે 2016થી અત્યાર સુધીના મે તમામ રેકોર્ડ રાખી મુક્યા છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube