Satyendra Jain link with Sukesh Chandrashekhar: ઠગ સુકેશ ચંદ્રશેખરે દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખીને આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન પર ગંભીર આરોપ લગાવ્યો છે. સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેણે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા પ્રોટેક્શન મની તરીકે આપ્યા હતા. તેણે કહ્યું કે બધા પૈસા કોલકાતામાં સત્યેન્દ્ર જૈનના નીકટના ચતુર્વેદીએ લીધા હતા. સુકેશે એવો પણ આરોપ લગાવ્યો કે તેને જેલમાં ધમકી પણ આપવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુકેશનો એલજીને પત્ર, અપાયા તપાસના આદેશ
તિહાડ જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે 18 ઓક્ટોબરના રોજ દિલ્હીના ઉપરાજ્યપાલ વી કે સક્સેનાને પત્ર લખ્યો હતો અને આ ગોપનીય પત્ર દ્વારા મોટો ખુલાસો કર્યો. આ પત્રને લઈને ઉપરાજ્યપાલ વી કે સક્સેનાએ તપાસના આદેશ આપ્યા છે. 


સુકેશ અને સત્યેન્દ્ર જૈન ગાઢ મિત્ર- ભાજપ
આ બાજુ સુકેશ ચંદ્રશેખરનો પત્ર સામે આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી અને સત્યેન્દ્ર જૈન પર નિશાન સાધ્યું છે. ભાજપના નેતા સંબિત પાત્રાએ કહ્યું કે ઠગના ઘરમાં ઠગી થઈ છે. ઠગને ઠગનારા આ મહાઠગનું નામ સત્યેન્દ્ર જૈન અને આમ આદમી પાર્ટી છે. સુકેશ ચંદ્રેશેખર એક Extortionist એટલે કે ઠગ છે અને આમ આદમી પાર્ટીએ તેની સાથે જ ઠગાઈ કરી લીધી. તેમણે કહ્યું કે સુકેશ ચંદ્રેશેખર અને સત્યેન્દ્ર જૈન બંને ગાઢ મિત્રો છે. સુકેશને રાજ્યસભા મોકલવાનો વાયદો  કર્યો હતો અને પત્રમાં સુકેશે જણાવ્યું છે કે તેના માટે 50 કરોડ લેવામાં આવ્યા. 


AAP માં મોટું પદ આપવા માટે માંગ્યા હતા 50 કરોડ
સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે ધરપકડ પહેલા તેની પાસ સાઉથ ઈન્ડિયામાં આમ આદમી પાર્ટી (AAP)માં મોટું પદ આપવા માટે 50 કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. સુકેશે દાવો કર્યો છે કે AAP ના મંત્રી અને કૌભાંડના આરોપમાં તિહાડ જેલમાં બંધ સત્યેન્દ્ર જૈન તેને મળવા માટે જેલ પણ આવ્યા હતા. 


જુઓ Video


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube