શિમલાઃ Sukhvinder Singh Sukhu Himachal CM: હિમાચલ કોંગ્રેસમાં બે દિવસના ઝઘડા બાદ આખરે રાજ્યને તેના આગામી મુખ્યમંત્રી મળી ગયા છે. કોંગ્રેસે શનિવારે (10 ડિસેમ્બર) હિમાચલ પ્રદેશના આગામી સીએમ તરીકે સુખવિંદર સિંહ સુખુના નામની જાહેરાત કરી છે. આ સાથે મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. સુખવિંદર સુખુનું નામ નક્કી કરતાં પક્ષમાં ભારે હોબાળો મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિવારે શિમલામાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવવામાં આવી હતી. સવારથી, કોંગ્રેસના ધારાસભ્યો શિમલાની હોટલમાં એકઠા થવાનું શરૂ કર્યું જ્યાં પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષકો - છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હુડ્ડા - રોકાયા હતા. ધારાસભ્ય દળની બેઠક પહેલા ભારે હોબાળો થયો હતો. પ્રતિભા સિંહના સમર્થકોએ વિધાનસભા અને નિરીક્ષકોની હોટલની બહાર સૂત્રોચ્ચાર કર્યા હતા.


કોંગ્રેસ હાઈકમાન્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા
હિમાચલના આગામી સીએમ માટે સવારથી સુખવિંદર સિંહ સુખુના નામની ચર્ચા થઈ રહી હતી. સુખવિંદર સિંહ સુખુના નામ પર પ્રતિભા સિંહના સમર્થકો સહમત ન હતા. આથી તેમણે કોંગ્રેસ હાઈકમાન્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રતિભા સિંહના સમર્થકોના હોબાળાને કારણે ધારાસભ્ય દળની બેઠક પણ મોડી પડી હતી. બીજી તરફ સુખવિંદર સિંહ સુખુના સમર્થકો પણ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. અનેક વખત બેઠકનો સમય લંબાવ્યા બાદ સાંજે 6 વાગ્યાની આસપાસ બેઠક શરૂ થઈ હતી.


એક ઘટના અને 9 વર્ષથી દુશ્મન, ક્યાંક કોંગ્રેસને ભારે ન પડી જાય વીરભદ્ર પરિવારની લડાઈ


આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે
કોંગ્રેસના હિમાચલ પ્રદેશ પ્રભારી રાજીવ શુક્લાએ કહ્યું કે તમામ ધારાસભ્યોએ સર્વસંમતિથી સુખવિંદર સિંહ સુખુને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. આવતીકાલે તેમને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવવામાં આવશે. મુકેશ અગ્નિહોત્રીને નાયબ મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ હાઈકમાન્ડનો નિર્ણય છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube