ઈન્દોર: પોતાના નિધનની ફેક ખબરો પર પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને ચૂપ્પી તોડી છે. મહાજને આ માટે ન્યૂઝ ચેનલોને ખુબ ફટકાર લગાવી. તેમણે કહ્યું કે આખરે ન્યૂઝ ચેનલો સચ્ચાઈ જાણ્યા વગર ખબર ચલાવી કેવી રીતે શકે? તેમણે ઈન્દોર પ્રશાસન પાસેથી ખબરની સચ્ચાઈ જાણવાની કોશિશ કરી? અત્રે જણાવવાનું કે સામાન્ય તાવ આવ્યા બાદ સુમિત્રા મહાજને પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તેમની તબિયતમાં હવે સુધારો થઈ રહ્યો હોવાનું  કહેવાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહાજને પૂછ્યું- આટલી શું ઉતાવળ હતી?
પૂર્વ લોકસભા અધ્યક્ષના નિધનના સમાચાર ગુરુવારે રાતે સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યારબાદ કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની પણ ટ્વીટ આવી. થરૂરે લખ્યું હતું કે પૂર્વ લોકસભા અધ્યક્ષ શ્રીમતી સુમિત્રા મહાજન હવે આપણા વચ્ચે નથી. ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે. જેના પર પ્રતિક્રિયા આપતા મહાજને કહ્યું કે મારી ભત્રીજીએ શશિ થરૂરની ટ્વીટનું ખંડન કર્યું. પરંતુ કોઈ પુષ્ટિ કર્યા વગર ખબર ફેલાવવાની શું ઉતાવળ હતી.


Coronavirus: ભારતમાં કોરોનાની ભયાનક પરિસ્થિતિ પર ચીને આપ્યું આ રિએક્શન


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube