નવી દિલ્હી: ગૂગલ (Google) અને અલ્ફાબેટ (Alphabet)ના સીઇઓ સુંદર પિચાઇએ દાવો કર્યો છે કે, ગૂગલે ઘણા સમય પહેલા એવી તકનીકની સાથે પ્રયોગ કરવાનો શરૂ કર્યો હતો. જે ભૂકંપ અને સુનામીની જાણકારી મેળવી લે છે. કંપની તેના માટે સમુદ્રની અંદરથી ફાઇબર કેબલ્સનો ઉપયોગ કરશે. આ કેબલ્સ સુનામી અને ભૂકંપના આવતા પહેલાથી ઓળખવામાં સક્ષમ છે, અને એક વોર્નિંગ સિસ્ટમ તરીકે પણ ઉપયોગમાં લઇ શકાય છે. આ ઓપ્ટિકલ ફાઇબર કેબલ્સ 100 કિમી સુધીના વિસ્તારમાં કોઇપણ હલચલને જાણવા માટે ઉપયોગ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દેશમાં આ વર્ષની અંદર તૈયાર થઇ શકે છે કોરોના વેક્સીન: AIIMS


ગૂગલે એક એવી તકનીક વિકસાવી છે જે એખ મોટા વિસ્તારને કવર કરી શકે છે. ગૂગલના જણાવ્યા અનુસાર, તેઓ સમુદ્રની સપાટ પર કોઇપણ હલચલને ઓળખવા માટે પહેલાથી હાજર ફાઇબર કેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ તેમના એક બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે, હજી વધુ સારું છે, અમારી તકનીક તે ઉપકરણો પર આધારીત છે, જે દુનિયાભરમાં હાજર મોટાભાગે ફાઇબર ઓપ્ટિક સિસ્ટમની પાસે છે. એટલા માટે આ મોટા સ્તર પર લાગુ કરી શકાય છે.


આ પણ વાંચો:- ઉદ્ધવ ઠાકરેના નાના પુત્ર તેજસની સુરક્ષામાં કરતા 2 પોલીસકર્મી મળ્યા કોરોના સંક્રમિત


ગૂગલના જણાવ્યા મુજબ, આ ઓપ્ટિક ફાઇબર સમુદ્રની સપાટી દ્વારા વિવિધ ખંડોને જોડી શકે છે, જેના દ્વારા મોટાભાગના ઇન્ટરનેટ ટ્રાફિક પણ પસાર થાય છે. વધુમાં લખ્યું છે કે, સમુદ્રની નીચે નાખેલા કેબલ્સનું ગૂગલ ગ્લોબલ નેટવર્ક, વિશ્વભરના પ્રકાશની ગતિએ માહિતી શેર કરવા, સર્ચ કરવા, મોકલવા અને પ્રાપ્ત કરવાનું શક્ય બનાવે છે.


શું છે ભારતમાં ફોન ટેપીંગના નિયમ, કોણની મંજૂરીથી ટેપ થઇ શકે છે ફોન


આ કેબલ્સ ઓપ્ટિકલ ફાઇબરથી બનેલા છે જે 204,190 કિ.મી. પ્રતિ સેકન્ડની ઝડપે 'લાઇટ પલ્સ' તરીકે ડેટા લઈ શકે છે. જ્યાં તેઓ પહોંચે છે, ત્યાં ડિજિટલ સિગ્નલ પ્રોસેસરનો ઉપયોગ તેમની ખામીઓને સુધારવા માટે થાય છે. જ્યારે તેમને ઓપ્ટિકલ ટ્રાન્સમિશનના ભાગ રૂપે ટ્રેક કરવામાં આવે છે, ત્યારે પ્રકાશ સ્ટેટ ઓફ પોલાઇઝેશન (SOP)ની સ્થિતિમાં હોય છે. ગૂગલના જણાવ્યા મુજબ, કેબલની સાથે મશીની અવરોધોનાની પ્રતિક્રિયા એસ.ઓ.પીમાં ફેરફારો થાય છે; આ અવરોધોને ટ્રેક કરવાથી અમને ભૂકંપની ગતિવિધિઓને પકડવામાં મદદ મળે છે.


આ પણ વાંચો:- IMAએ કોરોનાના 'કમ્યુનિટી ટ્રાન્સમિશન' પર આપ્યું મોટું નિવેદન


ગૂગલે આ પ્રોજેક્ટ 2013માં શરૂ કર્યો હતો અને તેનો પહેલો પ્રયોગ 2019માં કર્યો હતો. ત્યારથી, આ તકનીકીએ પહેલાથી જ મેક્સિકો અને ચિલીમાં હળવા ભૂકંપની ઓળખ કરી છે. જો સફળતાપૂર્વક અમલમાં મૂકવામાં આવે તો આ તકનીક લાખો લોકોનું જીવન બચાવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube