નવી દિલ્હીઃ અયોધ્યા કેસમાં સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતા પેનલને રામ મંદિરના મુદ્દે પોતાની જે શરતો બતાવી હતી તેને હિન્દુ મહાસભાએ ફગાવી દીધી છે. મધ્યસ્થતા પેનલે કોર્ટમાં સોપેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે, મુસ્લિમ પક્ષ સુન્ની વક્ફ બોર્ડ વિવાદિત જમીન પર હક છોડવા તૈયાર છે. તેના માટે કેટલાક સુચન પણ આપ્યા છે. જેના અંતર્ગત તમામ પૂજા સ્થળોની સુરક્ષા માટે 1991 અધિનિયમની જોગવાઈઓને કડકાઈથી લાગુ કરવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વકફ બોર્ડ ASI દ્વારા સંરક્ષિત મસ્જિદોની યાદી જમા કરાવી શકે છે અને અદાલત દ્વારા નિયુક્ત સમિતિ પૂજા અર્ચના માટે તેને અંતિમ સ્વરૂપ આપશે. વકફ બોર્ડને સરકાર દ્વારા વિવાદિત સ્થળના અધિગ્રહણ સામે કોઈ વાંધો નથી. અયોધ્યામાં રહેલી વર્તમાન અન્ય મસ્જિદોનું સરકાર દ્વારા પુનઃનિર્માણ કરવામાં આવે અને વકફ બોર્ડ કોઈ અન્ય યોગ્ય સ્થળે મસ્જિદનું નિર્માણ કરી શકે છે. રામ મંદિર સ્થળ પર યોજના માટે હિન્દુ પક્ષ સુચન કરી શકે છે.


રાજીવ ધવન સામે FIR નોંધાવશે નહીં વેદાંતી, SCમાં સુનાવણી દરમિયાન ફાડ્યો હતો નક્શો 


અયોધ્યામાં સમુદાયો વચ્ચે સાંમજસ્ય સ્થાપિત કરવા માટે રાષ્ટ્રીય સંસ્થાની સ્થાપના કરી શકાય. મહંત ધર્મદાસ અને શ્રી અરબિંદો આશ્રમ, પોંડિચેરી એક એવી સંસ્થાઓ છે જે અયોધ્યામાં પોતાની જમીનના પ્રસ્તાવ માટે આગળ આવી છે. સમાધાન પર હસ્તાક્ષર કરનારા મુખ્ય પક્ષોમાં સુન્ની વકફ બોર્ડ, નિર્માણી અખાડા, રામ જન્મભૂમિ પુનરોદ્ધાર સમિતિ, દ્વારકાના શંકરાચાર્ય અને હિન્દુ મહાસભાના પ્રતિનિધિનો સમાવેશ થાય છે. જોકે, તેમાં અન્ય મુસ્લિમ પક્ષકાર અને રામ જન્મભૂમિ ન્યાસ અને રામલલા વિરાજમાન વગેરે સામેલ નથી. 


અયોધ્યા કેસ: ચુકાદો લખવામાં વ્યસ્ત CJI રંજન ગોગોઈએ કર્યો વિદેશ પ્રવાસ રદ


બીજી તરફ હિન્દુ મહાસભાએ સુન્ની વકફ બોર્ડના મધ્યસ્થથાના અભિપ્રાયને પાયાવિહોણો ઠેરવતા જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર અને પુરાતત્વ વિભાગ પક્ષકાર નથી. આથી સુન્ની વકફ બોર્ડની પુરાતત્વ વિભાગ અને કેન્દ્ર સરકાર પાસેથી કોઈ માગણી મુકવી કોઈ પણ પ્રકારે વ્યાજબી રહી શકે નહીં. સુપ્રીમ કોર્ટમાં જ્યારે ચૂકાદો અનામત રહી ચુક્યો છે તો આવી સ્થિતિમાં સુનાવણી પુરી થયા પછી મધ્યસ્થતા પેનલની કોઈ પણ વાતનો કોઈ અર્થ રહેતો નથી. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....