ભાજપમાં જોડાયા બોલીવુડ એક્ટર સની દેઓલ, ગુરદાસપુરથી લડી શકે છે ચૂંટણી
બોલીવુડ એક્ટર સની દેઓલની ચૂંટણી લડવાની અટકળો હવે દૂર થઇ રહી છે. સની દેઓલ આજે ભાજપમાં જોડાઇ ગયા છે. મળતા સમાચારો અનુસાર સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર સની દેઓલની ચૂંટણી લડવાની અટકળો હવે દૂર થઇ રહી છે. સની દેઓલ આજે ભાજપમાં જોડાઇ ગયા છે. મળતા સમાચારો અનુસાર સની દેઓલ પંજાબના ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે. સની દેઓલ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહથી પૂણે એરપોર્ટ પર 19 એપ્રિલે મળ્યા હતા. પંજાબમાં ભાજપ, શિરોમણી અકાલી દળની સાથે ગઠબંધન કરી સ્ટેટની ત્રણ બેઠકો અમૃતસર, ગુરદાસપુર અને હોશિયારપુર પરથી ચૂંટણી લડી રહી છે.
વધુમાં વાંચો: BJP MP ઉદિત રાજે ટિકિટ ન મળતા પાર્ટીમાંથી આપીશ રાજીનામું, કહ્યું...
સની દેઓલના પિતા ધર્મેન્દ્ર ભાજપની ટિકિટ પર 2004માં લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના બિકાનેરથી ચૂંટણી લડી ચુક્યા છે અને જીત પણ હાંસલ કરી હતી. ત્યારે દેઓલ ફેમિલીથી એક્ટ્રેસ હેમા માલીની પણ ભાજપના સાંસદ છે અને મથુરાથી ચૂંટણી મેદાનમાં છે.
લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...