VIDEO : મળો સુપૌલના `સેકેંડ મોદી`ને, પીએમના સપનાને કરી રહ્યાં છે સાકાર
સુપૌલ જિલ્લાના મહેશુઆ પંચાયતના લક્ષ્મીપુર ગામ નિવાસી બચ્ચા શર્મા હાલ ચર્ચામાં છે. તેનું એકમાત્ર કારણ છે કે તે બિલકુલ નરેન્દ્ર મોદી જેવા લાગે છે. પીએમ મોદીની માફક દેખાતા બચ્ચા શર્માની ખ્યાતિ સુપૌલની બહાર પણ ફેલાઇ રહી છે.
સુપૌલ: સુપૌલ જિલ્લાના મહેશુઆ પંચાયતના લક્ષ્મીપુર ગામ નિવાસી બચ્ચા શર્મા હાલ ચર્ચામાં છે. તેનું એકમાત્ર કારણ છે કે તે બિલકુલ નરેન્દ્ર મોદી જેવા લાગે છે. પીએમ મોદીની માફક દેખાતા બચ્ચા શર્માની ખ્યાતિ સુપૌલની બહાર પણ ફેલાઇ રહી છે. લોકો તેમને સેકેંડ મોદી કહીને પણ બોલાવે છે.
બચ્ચા શર્મા ફક્ત પીએમ મોદીના હમશક્લ જ નથી, પરંતુ તેમના આહવાન પર દેશભરના ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનને પણ સાકાર કરવામાં લાગી ગયા છે. સામાજિક પ્રતિષ્ઠા ધરાવનાર બચ્ચા શર્મા વડાપ્રધાનની બધી યોજનાઓને સાકાર કરવા માટે વહેલી સવારે ઘરેથી નિકળી પડે છે.
સ્વચ્છતા અભિયાનથી માંડીને ઘર-ઘર શૌચાલયની વાત હોય તેના પર તે ઘરે-ઘરે જઇને લોકોને જાગૃત કરે છે. એટલું જ નહી બચ્ચા શર્મા સરપંચની ચૂંટણી પણ લડી ચૂક્યા છે. બચ્ચા રાયના આ જૂનૂનમાં ક્યારેક તેમના પરિવારની આવક વિધ્ન બનતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે તે ઓછી આવક ધરાવતા પરિવારમાંથી આવે છે. બચ્ચા શર્માનું કહેવું છે કે ભગવાને તેમને મોદી જેવો ચહેરો આપ્યો છે આ તેમના માટે ગર્વની વાત છે. પીએમ મોદીની પ્રશંસા કરતાં તે તેમના સ્વચ્છતા મિશનના વખાણ કરે છે.
સિમ અને નેટવર્ક વિના પણ થઇ શકશે મોબાઇલ કોલિંગ, આવશે નવી ટેક્નોલોજી
સુપૌલના આ સેકેંડ મોદી સરકારની દરેક નીતિઓથી વાકેફ છે. તે વડાપ્રધાનના વિદેશ પ્રવાસથી માંડીને પોતાને અપડેટ રાખે છે. તેમના દિલમાં પીએમ મોદીને મળવાની તમન્ના છે. તે કહે છે કે જો આમ થાય તો તેમના માટે ગર્વની વાત છે.