CBSE- ICSE અને સ્ટેટ બોર્ડની ફિઝિકલ પરીક્ષાઓ રદ્દ કરવાની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી માટે તૈયાર
સુપ્રીમ કોર્ટ રાજ્યોના બોર્ડ, ICSE, CBSE સહિત તમામ બોર્ડ્સની ફિઝિકલ પરીક્ષાઓ રદ્દ કરવાની માંગણીવાળી અરજી પર સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જસ્ટિસ એએમ ખાનવિલકરના નેતૃત્વવાળી પેનલ આ કેસની સુનાવણી કરશે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ રાજ્યોના બોર્ડ, ICSE, CBSE સહિત તમામ બોર્ડ્સની ફિઝિકલ પરીક્ષાઓ રદ્દ કરવાની માંગણીવાળી અરજી પર સુનાવણી માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે જસ્ટિસ એએમ ખાનવિલકરના નેતૃત્વવાળી પેનલ આ કેસની સુનાવણી કરશે.
15થી વધુ રાજ્યોના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં આગામી બોર્ડ પરીક્ષાઓ માટે એક વૈકલ્પિક મૂલ્યાંકન પદ્ધતિની માગણી કરાઈ છે. ગત વર્ષ સીબીએસઈ, સીઆઈએસસીઈ, અન્ય રાજ્ય બોર્ડોએ વૈકલ્પિક મૂલ્યાંકન માપદંડોના આધારે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો હતો. વિદ્યાર્થીઓના મૂલ્યાંકન આંતરિક પરીક્ષાઓ અને બોર્ડ દ્વારા તૈયાર કરાયેલા એક નિર્ધારિત માપદંડોના આધારે કરાયું હતું.
દેશની એક માત્ર નદી... જ્યાં પાણી સાથે વહે છે સોનું, સવારથી રાત સુધી લોકો ભેગું કરવા કરે છે પડાપડી
નોંધનીય છે કે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ધોરણ 10 અને 12ની ટર્મ 2ની પરીક્ષાની તારીખો પણ જાહેર કરી દીધી છે. ટર્મ 2ની પરીક્ષા 26 એપ્રિલથી થશે. આ બધા વચ્ચે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન (CISCE) દ્વારા ICSE ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા એપ્રિલના અંતિમ સપ્તાહમાં આયોજિત કરવાની સંભાવના છે.
Viral Video: એક કાર્યકરે જ્યારે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ત્યારબાદ જે થયું...ખાસ જુઓ વીડિયો
કોરોનાના કારણે પ્રભાવિત થઈ રહી છે પરીક્ષાઓ
અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના કારણે છેલ્લા બે વર્ષથી અલગ અલગ બોર્ડ્સની પરીક્ષાઓ પ્રભાવિત થઈ છે. આ ઉપરાંત લાંબા સમય સુધી લગભગ તમામ રાજ્યોના શાળા કોલેજ બંધ પણ રહ્યા છે. આવામાં આ શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ થતો હતો. હવે જ્યારે કોરોના વાયરસની ત્રીજી લહેરના કેસ પણ ઓછા થઈ ગયા છે તો એકવાર ફરીથી શાળાઓ ખુલી ગઈ છે. દિલ્હી, યુપી, ગુજરાત, હરિયાણા સહિત અનેક રાજ્યોમાં શાળાઓ ફરીથી ઓફલાઈન મોડમાં આવી ગઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube