UP પંચાયત ચૂંટણીની મતગણતરી પર રોક લગાવવાની સુપ્રીમે ના પાડી, કહ્યું-આ નિયમોનું કરવું પડશે પાલન
સુપ્રીમ કોર્ટે શનિવારે યુપી પંચાયત ચૂંટણીના મતોની ગણતરી ટાળવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શનિવારે યુપી પંચાયત ચૂંટણીના મતોની ગણતરી ટાળવા માટે કરાયેલી અરજી પર સુનાવણી કરી. કોર્ટે મતગણતરી પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો અને કાઉન્ટિંગ સેન્ટર્સની બહાર કોવિડ પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે પાલન કરવાનો નિર્દેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ દ્વારા અપાયેલા આશ્વાસન બાદ મત ગણતરી શરૂ કરવાની મંજૂરી આપી છે.
મતગણતરી કેન્દ્રો પર નિયમોનું ચુસ્ત પાલન
અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતગણતરી દરમિયાન કે મતોની ગણતરી બાદ કોઈ પણ પ્રકારના વિજય સરઘસ કાઢવાની મંજૂરી અપાવી જોઈએ નહીં. કોર્ટે કહ્યું કે મત ગણતરી કેન્દ્રો પર એન્ટ્રી પહેલા અધિકારીઓ, ઉમેદવારો અને એજન્ટોએ કોવિડ 'નેગેટિવ' રિપોર્ટ રજુ કરવો પડશે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ રાજ્ય ચૂંટણી પંચને સંબંધિત અરજીઓ પર અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા સુનાવણી પૂરી થાય ત્યાં સુધી મતગણતરી કેન્દ્રોનું સીસીટીવી ફૂટેજ સંરક્ષિત રાખવાના નિર્દેશ આપ્યા છે.
Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube