Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ

દેશમાં કોરોના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે પહેલીવાર એક જ દિવસમાં ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ મોત થયા છે.

Corona Update: કોરોનાની રેકોર્ડબ્રેક છલાંગ, એક જ દિવસમાં 4 લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હી: દેશમાં કોરોના તમામ રેકોર્ડ તોડી રહ્યો છે. આજે પહેલીવાર એક જ દિવસમાં ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે જ્યારે 3500થી વધુ મોત થયા છે. એપ્રિલ મહિનામાં કોરોનાની ગતિ ખુબ વધારે જોવા મળી. આ દરમિયાન સંક્રમણના દૈનિક કેસમાં રોકેટ ગતિથી વધારો થયો. માત્ર સંક્રમણ જ નહીં એપ્રિલમાં તો મોતનો આંકડો પણ ખુબ ડરામણો જોવા મળ્યો. આ મહિનામાં 48,768 લોકોના મોત કોરોનાના કારણે થયા છે. 

છેલ્લા 24 કલાકમાં 4 લાખથી વધુ કેસ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાંથી કોરોના વાયરસના નવા 4,01,993 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો 1,91,64,969 પર પહોંચ્યો છે. જ્યારે 1,56,84,406 લોકો રિકવર પણ થયા છે. એક જ દિવસમાં 3523 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 2,11,853 પર પહોંચી ગયો છે. હાલ દેશમાં 32,68,710 લોકો સારવાર હેઠળ છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી દેશમાં 15,49,89,635 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. 

Total cases: 1,91,64,969
Total recoveries: 1,56,84,406
Death toll: 2,11,853
Active cases: 32,68,710

Total vaccination: 15,49,89,635 pic.twitter.com/S56SPyLZtq

— ANI (@ANI) May 1, 2021

માત્ર 10 દિવસમાં 3થી 4 લાખ પહોંચ્યા દૈનિક કેસ
શુક્રવારે 4,01,993 નવા કેસ નોંધાયા. જે દૈનિક કેસ મામલે સમગ્ર દુનિયામાં સૌથી વધુ છે. જ્યારે 3523 લોકોના મોત થયા. સંક્રમણની ઝડપની વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં જ કોરોનાના દર્દીઓનો આંકડો દૈનિક 3 લાકથી 4 લાખ પર પહોંચી ગયો. 21 એપ્રિલના રોજ 3.15 લાખ દર્દી મળ્યા હતા. ત્યારબાદ આ આંકડો સતત વધી રહ્યો છે. વિશેષજ્ઞોનું માનીએ તો આવનારા દિવસોમાં આ ગતિ વધવાની આશંકા છે. 

આ છે સૌથી ચિંતાના વાત
દેશ માટે સૌથી ચિંતાની વાત એ છે કે છેલ્લા ત્રણ દિવસથી નેશનલ પોઝિટિવિટી રેટ 21.6 ટકા રહ્યો છે. જેનો અર્થ એ છે કે દરેક પાંચમાંથી એક વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે. જેનાથી આગામી કેટલાક દિવસોમાં દૈનિક સંક્રમિતોની સંખ્યા વધવાની આશંકા ઉત્પન્ન થઈ છે. 

શુક્રવારે 19 લાખથી વધુ ટેસ્ટિંગ
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યાં મુજબ ગઈ કાલે શુક્રવારે સમગ્ર દેશમાં થઈને કુલ 19,45,299 સેમ્પલનું ટેસ્ટિંગ કરાયું હતું. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં 28,83,37,385 સેમ્પલનું ટેસ્ટિંગ થયું છે.

ગુજરાતમાં કોરોનાના નવા 14 હજારથી વધુ કેસ
ગુજરાતમાં પણ દૈનિક કેસ વધી રહ્યા છે. શુક્રવારે રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં કોરોનાના નવા 14605 કેસ નોંધાયા. જ્યારે 173 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા. અમદાવાદમાં સૌથી વધુ 5439 કેસ નોંધાયા. જ્યારે સુરતમાં 2011 નવા દર્દીઓ નોંધાયા. 

આજથી આ 6 રાજ્યોમાં જ 18+ લોકોના રસીકરણની શરૂઆત
કોરોના વાયરસ મહામારી સામેના યુદ્ધમાં આજે 1 મેની તારીખ અનેક રીતે ખાસ છે. જો કે કેન્દ્ર સરકાર રસીકરણના દાયરના વધારવા માટે 18+ વાળા લોકોને સામેલ તો કરી ચૂકી છે પરંતુ અનેક રાજ્યો રસીની ઉપલબ્ધતાનો હવાલો આપીને અસમર્થતા વ્યક્ત કરી ચૂક્યા છે. ટીઓઆઈના રિપોર્ટ મુજબ આજથી શરૂ થયેલી આ મુહિમમાં છ રાજ્ય જ 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણ શરૂ કરી શકશે. તેમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને ઓડિશા સામેલ છે. અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આ આયુ વર્ગ માટે કેટલાક દિવસો સુધી રસીકરણના કાર્યક્રમને સ્થગિત કર્યો છે. કારણ કે તેઓ રસીની કમીને લઈને અસમર્થતા જતાવી ચૂક્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news