નવી દિલ્હીઃ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (Chief Justice of India) એસએ બોબડે (SABobde)ની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે તેમને ઝેડ પ્લસ સિક્યોરિટી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયે થ્રેટ પરસેપ્શન અને આબીના રિપોર્ટના આધારે સીજેઆઈ એસએ બોબડેની સુરક્ષા ઝેડ કેટેગરીમાંથી ઝેડ પ્લસ કેટેગરીમાં પરિવર્તિત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા સીજેઆઈ એસએ બોબડેને ઝેડ કેટેગરીની સુરક્ષા મળેલી હતી. હવે તેમને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે. ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા કેન્દ્રીય રિઝર્વ પોલીસ દશ (સીઆરપીએફ) કરી રહી છે. ઝેડ પ્લસ કેટેગરીની સુરક્ષા દેશના કેટલાક પસંદગીના લોકોને મળેલી છે. 


તોણ છે સીજેઆઈ એસએ બોબડે
ઉલ્લેખનીય છે કે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેએ 18 નવેમ્બર, 2019ના ભારતના 47મા મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ બોબડેને સીજેઆઈના શપથ અપાવ્યા હતા. 17 નવેમ્બરે નિવૃત થયેલા જસ્ટિસ રંજન ગોગોઈએ CJI પદ માટે જસ્ટિસ બોબડેના નામની ભલામણ કરી હતી. 


અયોધ્યામાં રામજન્મભૂમિના પુજારી સહિત 16 પોલીસકર્મીઓનો કોરોના પોઝિટિવ


સીજેઆઈ એસએ બોબડે અયોધ્યા કેસની સુનાવણી કરનારી પીઠમાં પણ રહ્યાં છે. 1978મા સીજેઆઈ બોબડે બાર કાઉન્સિલ ઓફ મહારાષ્ટ્રમાં જોડાયા હતા. ત્યારબાદ બોબ્બે હાઈકોર્ટના નાગપુર બેંચમાં પ્રેક્ટિસ કરી હતી. 1998મા વરિષ્ઠ વકીલ બન્યા. વર્ષ। 2000મા તેમણે બોમ્બે હાઈકોર્ટમાં એડિશનલ જજ તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો.


સીજેઆઈ એસએ બોબડે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહ્યાં છે. તેણણે 2013મા સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે કમાન સંભાળી હતી. 18 નવેમ્બર 2019ના જસ્ટિસ બોબડેએ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) પદના શપથ લીધા હતા. જસ્ટિસ એસએ બોબડે 23 એપ્રિલ, 2021ના નિવૃત થશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube