નવી દિલ્હી: રાફેલ ડીલ (Rafale Deal) પર મોદી સરકાર (Narendra Modi Government) ને ઘેરનારાઓએ સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલ પર મોદી સરકારને ક્લીન ચીટ આપી છે. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અને ભાજપ (BJP) ના અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. શાહે ટ્વીટ કરીને કહ્યું કે જે લોકોએ રાષ્ટ્ર હિતને બાજૂ પર મૂકીને પોતાના રાજકીય ફાયદા માટે ખોટો દુષ્પ્રચાર કર્યો તેમણે સમગ્ર દેશ પાસે માફી માંગવી જોઈએ. ગૃહમંત્રીએ કહ્યું કે પાયાવિહોણા અને દ્વેષપૂર્ણ પ્રચાર કરનારાઓ માટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો જડબાતોડ જવાબ છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી નરેન્દ્ર મોદી સરકારની પારદર્શકતા અને ભ્રષ્ટાચારમુક્ત હોવા પર મહોર લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્ર: શિવસેના પાસેથી આ 'બલિદાન' ઈચ્છે છે કોંગ્રેસ, સરકાર બનાવવી એ નથી બચ્ચાના ખેલ


અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે આજે રાફેલ ડીલ મામલે તપાસની માંગણી કરતી અરજીઓને ફગાવી દીધી. ન્યાયમૂર્તિ એસ કે કૌલે ચુકાદો વાંચતા કહ્યું કે સમીક્ષા અરજી અયોગ્ય છે. સુપ્રીમ કોર્ટે દસોલ્ટ એવિએશન સંબંધિત રાફેલ મામલાની તપાસ માટે એફઆઈઆર નોંધવાની માગણી કરતી અરજીને ફગાવી દીધી. 


'Rafale Dealમાં ભ્રષ્ટાચાર એ ભારતના ઈતિહાસમાં સૌથી મોટા ફેક ન્યૂઝ છે' તથ્યો જાણવા જુઓ આજે રાતે DNA


કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ અનાદર કેસ મામલાને પણ બંધ કરી દીધો અને કહ્યું કે એક મહત્વપૂર્ણ રાજકીય વ્યક્તિ તરીકે રાહુલ ગાંધીએ ભવિષ્યમાં વધુ સતર્ક રહેવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Nanrendra Modi) અંગે રાહુલ ગાંધીના 'ચોકીદાર ચોર હૈ' નિવેદન પર તેમના વિરુદ્ધ અનાદર કેસની તપાસ શરૂ કરાઈ હતી. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube