સુપ્રીમે ચૂંટણી પંચને કહ્યું, `મતદાન 7ની જગ્યાએ 5 વાગ્યાથી શરૂ કરવા પર કરો વિચાર`, જાણો કેમ?
સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે તેઓ રમજાનને ધ્યાનમાં લઈને ચૂંટણીના બાકીના તબક્કામાં વોટિંગ સવારે 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાથી કરાવવાની વિવિધ સંગઠનોની માગણી પર વિચાર કરે. ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ તો લોકસભા ચૂંટણી વખતે જ રમજાન હોવાને લઈને વિવાદ ઊભો થયો હતો. જેના પર લખનઉના મૌલાનાઓએ આપત્તિ જતાવતા ચૂંટણી પંચ પાસે તારીખોમાં ફેરફાર કરવાની માગણી કરી હતી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે તેઓ રમજાનને ધ્યાનમાં લઈને ચૂંટણીના બાકીના તબક્કામાં વોટિંગ સવારે 7 વાગ્યાની જગ્યાએ 5 વાગ્યાથી કરાવવાની વિવિધ સંગઠનોની માગણી પર વિચાર કરે. ઉલ્લેખનીય છે કે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ તો લોકસભા ચૂંટણી વખતે જ રમજાન હોવાને લઈને વિવાદ ઊભો થયો હતો. જેના પર લખનઉના મૌલાનાઓએ આપત્તિ જતાવતા ચૂંટણી પંચ પાસે તારીખોમાં ફેરફાર કરવાની માગણી કરી હતી.
મસૂદ અઝહર 'વૈશ્વિક આતંકી' જાહેર થતા મનમોહન સિંહ થઈ ગયા ખુશ, જાણો શું કહ્યું?
લોકસભા ચૂંટણી કાર્યક્રમને લઈને ઊભા થયેલા વિવાદ પર ચૂંટણી પંચે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે રમજાનના આખા મહિના સુધી ચૂંટણી સ્થગિત કરવી શક્ય નહતી અને કહ્યું કે મુખ્ય તહેવાર દિવસો અને શુક્રવારોને ચૂંટણીથી મુક્ત રખાયા છે. પંચના એક પ્રવક્તાએ કહ્યું હતું કે રમજાન દરમિયાન ચૂંટણી થશે કારણ કે આખો મહિનો ચૂંટણી સ્થગિત રાખવી શક્ય નહતી. પરંતુ મુખ્ય તહેવારોની તારીખો અને શુક્રવારે ચૂંટણી રખાઈ નથી.
સાત તબક્કામાં થઈ રહેલી લોકસભા ચૂંટણી 2019ની શરૂઆત 11 એપ્રિલથી થઈ છે અને 19મી મે સુધી સાત તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેના પરિણામ 23મી મેના રોજ જાહેર થશે. રમજાનનો મહિનો આ વખતે 7મી મેથી શરૂ થશે. આ આખો મહિનો મુસ્લિમ લોકો ઉપવાસ રાખે છે. પ્રવક્તાએ કહ્યું કે આયોગે સીબીએસઈ સહિત વિભિન્ન રાજ્યોની બોર્ડ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખોને અંતિમ સ્વરૂપ આપ્યું.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
આ બાજુ એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી સહિત કેટલાક મુસ્લિમ નેતાઓ અને હસ્તીઓએ કહ્યું કે ચૂંટણી રમજાનમાં થાય તેમાં કશું ખોટું નથી. જો મુસ્લિમો ઉપવાસ દરમિયાન કામ કરી શકે તો તેઓ ઉપવાસ દરમિયાન મત પણ આપી શકે છે અને ચૂંટણી પ્રચાર પણ કરી શકે છે.