નવી દિલ્હી: રાજસ્થાનની જેલમાં બંધ કેન્સર પીડિત એક કેદી પોતાની માતાના ખોળામાં છેલ્લો શ્વાસ લેવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે આ કેદીની અરજીને નકારી કાઢી છે. આ મુખ્ય આરોપી આસૂ જૈફ પાસેથી 23 લાખ રૂપિયાની નકલી નોટ અને નકલી નોટ બનાવવાનો સામાન જપ્ત કર્યો હતો. નકલી નોટ રાખવાના ગુનામાં જયપુરની જેલમાં બંધ કેદીને મોઢાનું કેન્સર છે, હાલ તેની તબિયત ગંભીર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકોનું માનવું છે છેલ્લા 5 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે: વિદેશ મંત્રી


આ મામલે કેદી પાસેથી નકલી નોટ મળી આવી હતી અને ગત વર્ષે જયપુરમાં તેની સામે એક કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. રાજસ્થાનની હાઇકોર્ટે આ મામલે 24 અપ્રિલના રોજ કેદીની અંતરાય જામીનની અરજી નકારી કાઢી હતી. હાઇકોર્ટના નિર્ણયની સામે આરોપીએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી.


વધુમાં વાંચો: દેશના આ રાજ્યોને મળશે ગરમીથી રાહત, આવી શકે છે વાવાઝોડું


અરજીકર્તાએ કહ્યું છે કે, હાઇકોર્ટમાં આ મામલે સુનાવણીમાં ઘણો સમય લાગશે અને ત્યાં સુધીમાં તેનું મોત થઇ જશે અથવા સુનાવણીની કાર્યવાહીને સમજવામાં તે પોતાનું માનસિક સંતુલન ગુમાવી દેશે. તેણે કહ્યું કે, કેન્સરના દર્દી આશા ગુમાવી દે છે. હું પણ જીવવાની આશા છોડી ચુક્યો છું અને હવે મારી માતાના ખોળામાં મરવા ઇચ્છું છું. જેથી છેલ્લા સમયમાં માતા અને પરિવારજનોનો સાથ મળી શકે. કેદીની જામીન અરજી આ આધાર પર નકારી કાઢવામાં આવે છે કે, તેની સ્વાઈ માનસિંહ હોસ્પિટલ, જયપુરમાં સારવાર ચાલી રહી છે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...