લોકોનું માનવું છે છેલ્લા 5 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે: વિદેશ મંત્રી

કેન્દ્રની મોદી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળનાર પૂર્વ રાજદૂત એસ જયશંકરે ગુરૂવારે કહ્યું કે, જો આપણે આર્થિક વિકાસને આગળ વધારવા ઇચ્છીએ છીએ તો ભારતીય વિદેશ નીતિને તેના બાહ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

લોકોનું માનવું છે છેલ્લા 5 વર્ષમાં વિશ્વમાં ભારતનું કદ વધ્યું છે: વિદેશ મંત્રી

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારમાં વિદેશ મંત્રાલયની મહત્વની જવાબદારી સંભાળનાર પૂર્વ રાજદૂત એસ જયશંકરે ગુરૂવારે કહ્યું કે, જો આપણે આર્થિક વિકાસને આગળ વધારવા ઇચ્છીએ છીએ તો ભારતીય વિદેશ નીતિને તેના બાહ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ. જયશંકરે દિલ્હીમાં આયોજિત એક સેમિનારનું સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, વ્યૂહાત્મક મહત્વના કાર્યક્રમોના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વિદેશ મંત્રાલયની એક મોટી જવાબદારી છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ભારતમાં બદલાવની આશાને જીવંત રાખી છે અને કદાચ તેને મજબૂત પણ કરી છે. તેમણે કહ્યું કે, ભારતમાં મોટાભાગે લોકોનું માનવું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વ સ્તરે ભારતનું કદ વધ્યું છે.

વિદેશ મંત્રીએ કહ્યું કે, વૈશ્વિક રીબેલેન્સિંગ (Rebalancing) થઇ રહ્યું છે અને તેનું સૌથી વિશિષ્ટ ઉદાહરણ ચીનનો ઉદય તથા કેટલીક હદ સુધી ભારતનો ઉદય છે. આપણે ક્ષેત્રીય સંપર્ક યોજનાઓના માધ્યમથી ક્ષેત્રમાં નજીકતા લાવી શકીએ છે.

એસ જયશંકરનું વિદેશ મંત્રી તરીકે ભારતીય-અમેરિકનોએ સ્વાગત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રિમંડળમાં પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરને વિદેશ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવતા અમેરીકાના ટેક્સાસમાં રહેતા ભારતવંશીઓએ સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે, જયશંકરે અમેરીકાની સાથે થયેલા ભારતના અસૈન્ય પરમાણું કરારમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

પૂર્વ વિદેશ સચિવના મહત્ત્વના પોસ્ટની નિમણૂંક મોદીના ભારતના અન્ય દેશો સાથે સંકલન કરવાનો પ્રયત્ન તરીકે જોવામાં આવે છે. ‘ઇન્ડો અમેરીકન ચેમ્બર ઓફ કોમર્સ ઓફ ગ્રેટર હ્યૂસ્ટન’ (આઇએસસીજીએચ)ના સંસ્થાપક સચિવ/ કાર્યકારી નિયામક જગદીપ આહલુવાલિયાએ કહ્યું કે, 2013માં અમેરિકામાં બારતના રાજદૂત નિયુક્ત થયા બાદ જયશંકર પહેલી યાત્રા પર હ્યૂસ્ટન આવ્યા હતા.

તેમણે કહ્યું કે, તેમની યાત્રા દરમિયાન જયશંકરે કહ્યું હતું કે, હ્યૂસ્ટનનો ભારતની સાથે ખાસ સંબંધ છે કેમકે તેમનો ભારત સાથે વ્યાપાર લગભગ 8 અબજ અમેરીકન ડોલરનો છે. જે કેટલાક દેશોની સાથે થતા વ્યાપારથી વધારે છે. ચેમ્બરના અધ્યક્ષ સ્વપ્ન ધૈર્યવાને કહ્યું કે ચેમ્બર આ વર્ષ તેમની 20મી વર્ષગાંઠ પર હ્યૂસ્ટનમાં તેમનું (જયશંકર) ફરીથી સ્વાગત કરવાની રાહ જોઇ રહ્યાં છે.

‘સાઉથ એશિયા હેરિટેજ ફાઉન્ડેશન’માં રિસર્ચ ફેલો અને ‘કોલ્ડ પીસ: ચાઇના ઇન્ડિયા રિવાઇવલરી’ અને ‘એશિયાઝ ક્વેસ્ટ ફોર બેલેન્સ’ના લેખક જૈફ એમ સ્મિથે ટ્વિટ કરી જયશંકર એક ખુબજ કુશળ રાજદ્વારી છે અને તેમણે મોદીની બીજી સરકારના મંત્રીમંડળમાં સામેલ કરવા પર ભારત માટે અને ચીન તાથા અમેરીકાની સાથે ભારતના સંબંધો માટે ફાયદાકારક સાબિત થશે. જયશંકરને ચીન અને અમેરીકાના વિશેષજ્ઞ માનવામાં આવે છે. તેઓ જાન્યુઆરી 2015થી જાન્યુઆરી 2018 સુધી ભારતના વિદેશ સચિવ રહ્યાં હતા.

તેઓ ભારત-અમેરીકા અસૈન્ય પરમાણુ કરાર પર વાતચીત કરનારી ભારતીય ટીમના પ્રમુખ સભ્ય હતા. આ કારાર પર વાતચીત 2005માં શરૂ થઇ હતી અને 2007માં મનમોહન સિંહના નેતૃત્વવાળી યુપીએ સરકાર દરમિયાન તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
(ઇનપુટ એજન્સી ભાષાથી)

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news