નવી દિલ્હીઃ દેશમાં કથિત નફરતના માહોલથી ચિંતિત સુપ્રીમ કોર્ટે દિલ્હી, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પોલીસ પ્રમુખોને કોઈપણ ધર્મના વ્યક્તિઓ દ્વારા કરવામાં આવેલી કોઈપણ હેટ સ્પીચ ઇવેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો અને ચેતવણી પણ આપી કે કોર્ટના આદેશનું પાલન ન કરવા પર અવમાનનાની કાર્યવાહી કરવામાં આવશે. જસ્ટિસ કેએમ જોસેફ અને હ્યષિકેશ રોયની બેંચે કહ્યું- આ 21મી સદી છે. આપણે ભગવાનને કેટલા નાના બનાવી દીધા છે. આર્ટિકલ 51 કહે છે કે આપણે વૈજ્ઞાનિક વિચાર રાખવા જોઈએ અને ધર્મના નામ પર આ દુખદ છે. કોર્ટે પણ તે કહ્યું કે દેશમાં નફરતનો માહોલ બની ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે કહ્યું- દેશમાં નફરતનો માહોલ
જનહિત અરજી પર નોટિસ જારી કરતા કોર્ટે કહ્યું- ફરિયાદ ખુબ ગંભીર લાગે છે, કારણ કે દેશમાં નફરતનો માહોલ બની ગયો છે. મામલામાં તપાસની જરૂર છે. અમને લાગે છે કે ન્યાયાલયને મૌલિક અધિકારોની રક્ષા કરવા અને કાયદાનું શાસન બનાવી રાખવાનું કામ સોંપવામાં આવ્યું છે. પોલીસ પ્રમુખ- દિલ્હી, યુપી અને ઉત્તરાખંડ- શું કાર્યવાહી કરવામાં આવી છે, તેના પર રિપોર્ટ આપશે. તે નક્કી કરશે કે કોઈપણ ભાષણ ભારતીય દંડ સંહિતાની કલમ 153એ, 153બી, 295એ અને 505 હેઠળ જોગવાઈને આકર્ષિત કરે છે, તો આપમેળે જ ગુનેગારો સામે કોઈ ફરિયાદ વગર કાર્યવાહી થવી જોઈએ.


આ પણ વાંચોઃ મોદી સરકાર આપશે 10 લાખ લોકોને રોજગાર, આ 38 મંત્રાલયો અને વિભાગોમાં મળશે નોકરી 


કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે કોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશ પર કાર્યવાહી કરવામાં પ્રતિવાદીઓની કોઈપણ અસમર્થતાને કોર્ટની અવમાનના તરીકે ગણવામાં આવશે. ત્રણ પોલીસ પ્રમુખોને નિર્દેશ આપતા બેંચે કહ્યું- "પ્રતિવાદીઓએ કોઈપણ ધર્મના લોકો સામે કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે યોગ્ય આદેશો પસાર કરવા જોઈએ, જેથી દેશના બિનસાંપ્રદાયિક પાત્રનું રક્ષણ થાય."


કોર્ટમાં બોલ્યા સિબ્બલ- કોઈએ તો અમારી વાત સાંભળી
અરજીમાં ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્યના એક નિવેદનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેણે મુસલમાનોનો સામાજિક બહિષ્કાર અને અલ્પસંખ્યક સમુદાય વિરુદ્ધ હિંસાનું આહ્વાન કર્યું હતું. બેંચે કહ્યું- આ નિવેદન ચોક્કસપણે તે દેશ માટે ખુબ આકરૂ છે, જે લોકતંત્ર અને ધર્મ-તટસ્થ હોવાનો દાવો કરે છે. તો સુનાવણીના અંતમાં સિબ્બલે કોર્ટને કહ્યું- કોઈએ તો અમારી વાત સાંભળી. અરજીમાં મુસલમાનો વિરુદ્ધ નફરતભર્યા ભાષણોની અલગ-અલગ ઘટનાઓની તપાસ માટે એસઆઈટીની રચના કરવાની માંગ કરવામાં આવી હતી. આરોપ લગાવવામાં આવ્યો કે કેટલાક મામલામાં કાર્યક્રમોના આયોજકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી, પરંતુ ભાષણ આપનારા વિરુદ્ધ નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube