Sarkari Naukari: મોદી સરકાર આપશે 10 લાખ લોકોને રોજગાર, આ 38 મંત્રાલયો અને વિભાગોમાં મળશે નોકરી
Sarkari Naukari: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મોદી સરકાર 10 લાખ લોકોને સરકારી નોકરી આપવાની તૈયારીમાં છે. પીએમ કાલે આ વિશેષ ભરતી અભિયાનની શરૂઆત કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ Sarkari Naukari: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે 10 લાખ કર્મીઓ માટે નિમણૂંક અભિયાનની શરૂઆત કરશે. આ અભિયાનને 'રોજગાર મેળા' નામ આપવામાં આવ્યું છે. આ દરમિયાન પ્રધાનમંત્રી 75,000 યુવાઓને નિમણૂંક પત્ર આપશે. PMO એ કહ્યું કે પ્રધાનમંત્રી વીડિયો કોન્ફરન્સ દ્વારા યુવાઓને સંબોધિત પણ કરશે. PMO અનુસાર યુવાઓ માટે રોજગારની તક આપવા અને નાગરિકોનું કલ્યાણ નક્કી કરવાની પ્રધાનમંત્રી મોદીની પ્રતિબદ્ધતાને પૂરી કરવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું હશે.
તમારી જાણકારી માટે પ્રધાનમંત્રીએ આ વર્ષે જૂન મહિનામાં સરકારના વિવિધ મંત્રાલયો તથા વિભાગોને નિર્દેશ આપ્યો હતો કે તે મિશન મોડથી 10 લાખ પદો પર ભરતીઓ કરે. બધા સરકારી વિભાગો-મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા બાદ પ્રધાનંમત્રીએ આ નિર્દેશ આપ્યો હતો. પીએમઓએ કહ્યું કે પ્રધાનમંત્રીના નિર્દેશ પ્રમાણે બધા મંત્રાલય તથા વિભાગ ખાલી પદોને ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યાં છે.
દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં નિમણૂંક કરવામાં આવશે. નવા નિમાયેલા કર્મી વિવિધ સ્તરો પર સરકારમાં સામેલ થશે. જેમ કે ગ્રુપ-એ, ગ્રુપ-બી (ગેઝેટેડ) અને સમૂહ-સી.
PMO એ કહ્યું કે જે પદો પર નિમણૂંક કરવામાં આવી રહી છે, તેમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ કાર્મિક, સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઇનકમ ટેક્સ ઇન્સ્પેક્ટર, MTS અને અન્ય સામેલ છે. પીએમઓએ કહ્યું કે આ નિમણૂંક મંત્રાલયો તથા વિભાગો દ્વારા ખુદથી કે નિમણૂંક એજન્સીઓના માધ્યમથી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. આ એજન્સીઓમાં સંઘ લોક સેવા આયોગ, કર્મચારી પસંદગી મંડળ અને રેલવે ભરતી બોર્ડ સામેલ છે. PMO એ જણાવ્યું કે ઝડપથી નિમણૂંક માટે પસંદ પ્રક્રિયાને સરળ બનાવવામાં આવી છે અને તકનીકી રૂપથી સક્ષમ બનાવવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે