દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતા તેમના જામીન મંજૂર કરી દીધા છે. જસ્ટીસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે કેજરીવાલને 10 લાખ રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન પર છોડવાના આદેશ આપ્યા છે. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે કેજરીવાલ કેસના ગુણ દોષ પર કોઈ જાહેર ટિપ્પણી કરીશું નહીં. ઈડી મામલે લગાવવામાં આવેલી શરતો આ કેસમાં પણ લાગૂ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જજોમાં મતભેદ?
જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ ઉજ્જલ ભુઈયાની બેન્ચે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા જો કે આબકારી નીતિ મામલે સીબીઆઈ  દ્વારા તેમની ધરપકડને રદ કરવા પર જજોમાં મતભેદ જોવા મળ્યો. જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે ઈડી કેસમાં જામીન સમયે લાગેલી શરતો આ કેસમાં પણ લાગૂ થશે. ચુકાદો આપતા જસ્ટિસ ભુઈયાએ સીબીઆઈને ખુબ ફટકાર પણ લગાવી. તેમણે કહ્યું કે સીબીઆઈએ પિંજરામાં બંધ પોપટની ધારણાને દૂર કરવી જઈએ અને દેખાડવું જોઈએ કે તે પિંજરાની બહારનો પોપટ છે. સીબીઆઈએ સીઝરની પત્ની જેવું હોવું જોઈએ. શંકાથી દૂર...



અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના 5 ઓગસ્ટના ચુકાદાને ફગાવી દીધો જેમા કેજરીવાલની જામીન અરજી ફગાવવામાં આવી હતી. સીબીઆઈએ કેજરીવાલને 26મી જૂન 2024ના રોજ ધરપકડ કરી હતી. તેમના પર સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે. 


ક્યારે બહાર આવશે
સુપ્રીમ કોર્ટનો ઓર્ડર લગભગ એક કલાકમાં અરવિંદ કેજરીવાલના વકીલોને મળી જશે. ત્યારબાદ કેજરીવાલના વકીલ ઓર્ડર લઈને લોઅર કોર્ટ જશે. ત્યાં નીચલીકોર્ટ જામીનની શરતો નક્કી  કરશે અને ત્યારબાદ છૂટકારાનો આદેશ તિહાડ જેલ પહોંચશે. આ સમગ્ર કાર્યવાહીમાં બેથી અઢી કલાકનો સમય લાગી શકે છે. એટલે કે કેજરીવાલ બપોર બાદ જેલમાંથી બહાર આવી શકે છે. 


દાખલ કરાઈ હતી બે અરજી
આમ આદમી પાર્ટીના સંયોજકે કથિત આબકારી નીતિ કેસમાં જામીન અને સીબીઆઈ દ્વારા ધરપકડને રદ કરવાની માંગણી કરી હતી. કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં બે  અજી દાખલ કરી હતી. એક જામીન ફગાવવામાં આવ્યા તેને પડકારતી અરજી અને બીજી ભ્રષ્ટાચાર કેસમાં સીબીઆઈ દ્વારા તેમની ધરરપકડને પડકારતી અરજી. સીબીઆઈએ કેજરીવાલને 26 જૂન 2024ના રોજ ધરપકડ કરી હતી. તેમના પર સાક્ષીઓને પ્રભાવિત કરવાનો આરોપ છે.