Mohammad Zubair: ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરને સુપ્રીમ કોર્ટમાંથી મળ્યા વચગાળાના જામીન, જેલમાંથી છોડવાનો આદેશ
સુપ્રીમ કોર્ટે મંગળવારે ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક અને ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબૈરને ઉત્તર પ્રદેશમાં તેના વિરુદ્ધ દાખલ તમામ છ કેસમાં જામીન આપી દીધા છે.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ઓલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરને મોટી રાહત આપી છે. સર્વોચ્ચ કોર્ટે મોહમ્મદ ઝુબૈરને બુધવારે તમામ કેસમાં વચગાળાના જામીન આપી દીધા છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે તેને અનિશ્ચિત સમય સુધી કસ્ટડીમાં રાખવો યોગ્ય નથી. કોર્ટે આ સાથે યુપીમાં નોંધાયેલી તમામ એફઆઈઆરને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ઝુબૈરને આજે મુક્તિ મળી જશે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે અરજીકર્તા ફેક્ટ ચેકિંગ વેબસાઇટ ઓલ્ટ ન્યૂઝ સાથે જોડાયેલો છે. તે ફેબ્રુઆરી 2017માં શરૂ થઈ. 20 જૂન 2022ના એક FIR દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં નોંધવામાં આવી. તેમાં આઈપીસીની કલમો હતો. બાદમાં FCRA પણ જોડવામાં આવ્યો. 22 જૂને ધરપકડ થઈ. 1 દિવસની કસ્ટડી માંગવામાં આવી. બાદમાં તેને વધારવામાં આવી અને 30 જૂને બેંગલોરમાં તેના ઘરમાં સર્ચ કરવામાં આવ્યું. બાદમાં ન્યાયિક કસ્ટડી થઈ. 15 જુલાઈએ નિયમિત જામીન મળ્યા. દિલ્હી પોલીસે તપાસનો સ્ટેટસ રિપોર્ટ એડિશનલ સેશન્સ જજને આપ્યો છે. તેમાં લખ્યું છે કે તપાસ તેના ટ્વીટ્સ સાથે જોડાયેલી છે. 7 ટ્વીટનો ઉલ્લેખ છે.
તેમણે કહ્યું કે દિલ્હી પોલીસની તપાસનું વર્તળુ FCRA સેક્શન 35થી વધુ ગયું. આ એફઆઈઆર સિવાય યુપીમાં પણ ઘણી એફઆઈઆર નોંધવામાં આવી. એક FIR જૂન 2021માં ગાઝિયાબાદની છે, તે સિવાય 2021માં મુઝફ્ફરનગરમાં પણ એક FIR નોંધવામાં આવી હતી. 2021માં ચંદૌલીમાં ફરી છે. 2021માં લખીમપુરના મોહમદીમાં ફરી છે. 2022માં સીતાપુર, હાથરમાં પણ FIR છે. એક કેસમાં જામીન મળ્યા છે. કેટલાકમાં કસ્ટડી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાન બોર્ડર પાસે પોલીસ-બદમાશો વચ્ચે અથડામણ, મૂસેવાલાનો હત્યારો જગરૂપ માર્યો ગયો
સીતાપુર કેસમાં પહેલા મળી ચુક્યા છે જામીન
કોર્ટે કહ્યું કે 8 જુલાઈએ સુપ્રીમ કોર્ટે સીતાપુર કેસમાં વચગાળાના જામીન આપ્યા હતા. 12 જુલાઈએ અમે તેને આગળ વધાર્યા. અમારી સામે હવે જે અરજી છે તેમાં યુપીની 6 FIR રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. તે પણ કહેવામાં આવ્યું કે જો તેને રદ્દ કરવામાં ન આવે તો દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલમાં નોંધાયેલી એફઆઈઆર સાથે જોડવામાં આવે.
અરજીકર્તાએ તમામ FIRમાં જામીન અને આગળ ધરપકડ પર પ્રતિબંધની માંગ કરી છે. અમે આજે અરજીકર્તાના વકીલ વૃંદા ગ્રોવર અને યુપીનના વકીલ ગરિમા પ્રસાદને સાંભળ્યા. અમને જાણવા મળ્યું કે તમામ મામલા ટ્વીટ્સ સાથે જોડાયેલા છે. તેમાં એક જેવી કલમો છે. દિલ્હીના મામલામાં નિયમિત જામીન મળી ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube