પાકિસ્તાન બોર્ડર પાસે પંજાબ પોલીસ-બદમાશો વચ્ચે અથડામણ, મૂસેવાલાનો હત્યારો જગરૂપ માર્યો ગયો

Sidhu Moosewala Murder Case: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ અને પંજાબ પોલીસ વચ્ચે અટારી બોર્ડર પાસે અથડામણ થઈ. જેમાં એક શૂટર જગરૂપ સિંહ રૂપાને પોલીસે ઠાર કર્યો. બે-ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હોવાના સમાચાર છે.

પાકિસ્તાન બોર્ડર પાસે પંજાબ પોલીસ-બદમાશો વચ્ચે અથડામણ, મૂસેવાલાનો હત્યારો જગરૂપ માર્યો ગયો

Sidhu Moosewala Murder Case: પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓ અને પંજાબ પોલીસ વચ્ચે અટારી બોર્ડર પાસે અથડામણ થઈ. જેમાં એક શૂટર જગરૂપ સિંહ રૂપાને પોલીસે ઠાર કર્યો. બે-ત્રણ પોલીસકર્મી ઘાયલ થયા હોવાના સમાચાર છે. અટારી બોર્ડર પાસે પોલીસ અને ગેંગસ્ટર વચ્ચે હજુ ફાયરિંગ ચાલુ છે. 

મળતી માહિતી મુજબ પોલીસની અનેક ગાડીઓ હજુ પણ ભારત-પાકિસ્તાન સરહદથી એન્કાઉન્ટર ટીમની મદદ માટે પહોંચી રહી છે. એવી બાતમી મળી હતી કે કોઈ સુમસામ વિસ્તારમાં બનેલી જૂની હવેલી માં બે ગેંગસ્ટર્સ જગરૂપ સિંહ રૂપા અને મન્નુ કૂસા છૂપાઈને બેઠા છે. અથડામણ છેલ્લા બે કલાકથી ચાલુ છે એટલે ગેંગસ્ટર્સ પાસે ભારે સંખ્યામાં હથિયારો છે. 

— ANI (@ANI) July 20, 2022

પોલીસ અને ગેંગસ્ટર્સ વચ્ચે અત્યાર સુધીમાં અનેક રાઉન્ડ ફાયરિંગ થઈ ચૂક્યું છે. પોલીસના અનેક ટોચના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. ગેંગસ્ટર જગરૂપ સિંહ ઉર્ફે રૂપાના હોવાની સૂચના મળ્યા બાદ પોલીસ ટીમ ત્યાં પહોંચી અને પછી બંને બાજુથી ફાયરિંગ શરૂ થઈ ગયું. અનેક રાઉન્ડ ગોળીઓ છૂટી. જગરૂપ સિંહ  રૂપા અને મન્નુ કૂસા બંને શાર્પ શૂટર્સ છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં મુજબ એન્કાઉન્ટરમાં રૂપા માર્યો ગયોજ્યારે મનુ એકે-47થી સતત ફાયરિંગ કરી રહ્યો છે. આ અથડામણમાં 3 પોલીસકર્મી ઘાયલ થયા છે. જેમને હોસ્પિટલ ખસેડાયા છે. 

અત્રે જણાવવાનું કે સિદ્ધુ મૂસેવાલાની હત્યા બાદ પોલીસે તાબડતોબ એક્શન લીધા હતા અને અનેક ગેંગસ્ટર્સની ધરપકડ કરવામાં આવી પણ આ બે જ ગેંગસ્ટર્સ ફરાર હતા. જેમાંથી પોલીસે આજે એકને ઠાર કર્યો. પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલાની 29મી મેના રોજ પંજાબના મનસા જિલ્લામાં તેમના ગામની પાસે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news