સવર્ણોને 10% અનામત અંગે સુપ્રીમ કોર્ટમાં હવે 16 જુલાઇએ સુનાવણી હાથ ધરાશે
કોર્ટે કહ્યું કે, આગામી સુનવણીમાં આ મુદ્દે વિચાર કરવામાં આવશે કે 124માં સંવિધાન સંશોધન પર કાર્યવાહી કરવી જોઇએ કે નહી
નવી દિલ્હી : જનરલ કેટેગરીનાં ગરીબોને 10 ટકા અનામતની વિરુદ્ધ દાખલ અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટમાં 16 જુલાઇના રોજ સુનવણી કરશે. તે દિવસે નિશ્ચિત થશે કે આ અંતે વચગાળાનો પ્રતિબંધની જરૂર છે કે નહી. અરજીમાં દાવો કરાયો છે કે આર્થિક આધાર પર અનામત અસંવૈધાનિક છે. સુપ્રીમ કોર્ટે અનામત 50 ટકા સુધી સીમિત રાખવાનો નિર્ણય આપ્યો હતો, તેનું હનન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત સુનવણીમાંસ ુપ્રીમ કોર્ટે 10 ટકા અનામતના કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.
મગજના તાવના કારણો અંગે કોઇ જ માહિતી નહી હોવાનો નીતીશનો વિધાનસભામાં એકરાર
કોર્ટે કહ્યું હતું કે, આગામી સુનવણીમાં આ વાત પર વિચાર કરવામાં આવશે કે 124માં સંવિધાન સંશોધન પર પ્રતિબંધ લગાવવામાં આવવો જોઇએ કે નહી. આ અગાઉ પણ કોર્ટે કાયદા પર પ્રતિબંધ લગાવવા તથા આ મુદ્દે મોટી બેંચને મોકલવાનાં આદેશ આપવાનો ઇન્કાર કરી દીધો હતો. કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારીને જવાબ માંગ્યો હતો. અરજીમાં સુપ્રીમ કોર્ટમાં 124માં સંવિધાન સંશોધનને પડકારવામાં આવ્યો છે.
પ્રિયંકા શર્માના જામીન મુદ્દે SCએ મમતા સરકારને મોકલી અવગણના નોટિસ
ટ્વીટર પર એક્ટિવ થયા RSS ચીફ મોહન ભાગવત, થોડા જ કલાકોમાં લાખો followers
આ અરજી યુથ ફોર ઇક્વાલિટી અને વકીલ કૌશલકાંત મિશ્રા અને અન્ય લોકો દ્વારા દાખલ કરવામાં આવી છે. જેના અનુસાર અનામતનો આધાર આર્થિક હોઇ શકે નહી. અરજી અનુસાર વિધેયક સંવિધાનના અનામત આપવાનાં મુળ સિદ્ધાંતની વિરુદ્ધ છે, આ સામાન્ય વર્ગનાં 10 ટકા અનામત આપવાની સાથે સાથે 50 ટકાની સીમાનુ પણ ઉલ્લંઘન કરે છે. ઉલ્લેખનીય છે કે, આ વિધેયક સરકારી નોકરી અને શૈક્ષણીક સંસ્થાઓમાં સવર્ણોને 10 ટકા અનામત આપે છે.
અમરનાથ યાત્રા માટે રવાના થઇ 4417 શ્રદ્ધાળુઓની બીજી ટુકડી, સુરક્ષા દળો સતર્ક
અત્રે ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે આર્થિક રીતે નબળા તબક્કાને અનામત આપવા માટે વિધેયક રજુ કર્યું હતું, જેનો કેટલીક પાર્ટીઓ સિવાય કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળે સમર્થન કર્યું હતું. આ વિધેયક લોકસભામાં 323/3 મતથી પસાર કરવામાં આવ્યું હતું. રાજ્યસભાએ 124મા સંવિધાન સંશોધન વિધેયકને સાતની સામે 165 મતથી પસાર કર્યું હતું. સદનમાં વિપક્ષનાં સભ્યોના પાંચ સંશોધનનો અસ્વિકાર કરી દીધો હતો, તે અગાઉ લોકસભામાં તેને પાસ કરાવવામાં આવ્યા હતા.