પ્રિયંકા શર્માના જામીન મુદ્દે SCએ મમતા સરકારને મોકલી અવગણના નોટિસ

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની મોર્ફ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે પશ્ચિમ બંગાળ સરકારની સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી ધરપકડ કરવામાં આવેલી ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માના ભાઇએ દાખલ કરી છે.

પ્રિયંકા શર્માના જામીન મુદ્દે SCએ મમતા સરકારને મોકલી અવગણના નોટિસ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીની મોર્ફ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે પશ્ચિમ બંગાળ સરકારની સામે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અરજી ધરપકડ કરવામાં આવેલી ભાજપની કાર્યકર્તા પ્રિયંકા શર્માના ભાઇએ દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સુપ્રિમ કોર્ટથી તાત્કાલીક જામનીના આદેશ મળવા છતાં 2 દિવસ બાદ જામીન આપવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને કન્ટેમ્પ્ટ નોટિસ મોકલી 4 અઠવાડીયામાં જવાબ આપવા કહ્યું છે. તે પહેલા સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને પ્રિયંકા શર્માને તાત્કાલીક જામીન આપવાનો આદેશ કર્યો હતો. કોર્ટે જામીન બાદ પ્રિયંકા શર્માને લેખિતમાં મમતા બેનરજીથી માફી માગવા કહ્યું હતું.

હકીકતમાં, પ્રિયંકા શર્માના ભાઇ રાજીવ શર્માએ અરજીમાં 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું હનન ગણાવતા સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપની માગણી કરી હતી અને કોર્ટથી દાખલ એફઆઇઆરને રદ કરવાની માગ કરી હતી. બનાવટી ફોટોમાં મમતાને મેટ ગાલા ઇવેન્ટમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાના દેખાવ તરીકે દર્શાવવામાં આવી હતી.

મમતા બેનરજીનો નકલી ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાના મામલે પશ્ચિમ બંગાળની મહિલા ભાજપ નેતાની પોલીસે ધરપકડ કરી હતી. આ સાથે પશ્ચિમ બંગાળમાં રાજકિય જંગ વધુ ગરમાઇ રહ્યું છે. ત્યારબાદ તેમણે હાવડા જિલ્લા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંને પક્ષની વચ્ચે ઘર્ષણની આશંકાઓને ધ્યાનમાં રાખી પોલીસ પહેલાથી જ એલર્ટ છે. આરોપ છે કે, પ્રિયંકા શર્માએ આ બનાવટી ફોટો તેમના ફેસબુક પેજ પર પોસ્ટ કર્યો હતો. પ્રિયંકા શર્માએ ફોટો પોસ્ટ કરતા જ સોશિયલ મીડિયા પર આ ફોટો શેર કરવામાં આવી રહ્યો હતો.

તેનાથી થોડી જ વારમાં મમતા બેનરજીની મેટ ગાલા દેખાવમાં બનાવટી ફોટો રાજ્યમાં વાયરલ થવા લોગ્યો હતો. ટીએમસી કાર્યકર્તાઓને જ્યારે આ ફોટા વિશે જાણવા મળ્યું ત્યારે હંગામો મચી ગયો હતો. આ મામલાની સંવદેનશીલતાને બનતા દાસનગર પોલીસ સ્ટેશને તાત્કાલીક પ્રિયંકા શર્માની સામે ફરિયાદ નોંધી હતી.

પ્રથામિક તપાસ બાદ પ્રિયંકા શર્માની ધરપકડ કરવામાં આવી હતી. સાઇબર ક્રાઇમસેલ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપડાના મેટ ગાલા દેખાવને લઇને સોશિયલ મીડિયા પર તેમની ધણી ટિક્કા થઇ હતી. ફેન્સે પ્રિંયકા ચોપડાની આ ફોટોને લઇને ઘણી નકારાત્મક અને રમૂજી કોમેન્ટ કરી હતી.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news