નવી દિલ્હી: CBI vs CBI મામલે ડાયરેક્ટર આલોક વર્માની રજાઓ રદ થશે અને તેઓ ડ્યૂટી પર પરત ફરશે અથવા ફરી રજાઓ પર મોકલી દેવામાં આવશે, આ મુદ્દા પર આજે સુપ્રીમ કોર્ટમાં આજે નિર્ણય શઇ શકે છે. સુપ્રીમ કોર્ટમાં સોમવારે આલોક વર્માએ સીવીસી તપાસ પર તેમનો જવાબ દાખલ કરી દીધો છે. જોકે, સુપ્રીમ કોર્ટના આદેશ પર જવાબ સીલકવરમાં દાખલ કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા આલોક વર્માની અરજી પર ગત શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. તેમની અરજી પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની બેંચે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સીજેઆઇ રંજન ગોગોઇની બેંચે કહ્યું હતું કે, જો સરકારને ઓબજેકશન ના હોય તો સીવીસીની રિપોર્ટ અરજીકર્તાને સુપરત કરી શકાય છે.


અરજીકર્તાએ રિપોર્ટની ગોપનીયતા બનાવી રાખવી પડશે. સીજેઆઇએ કહ્યું કે સીવીસીએ આલોક વર્મા પર તપાસ માટે વધુ સમય માંગ્યો છે. સીવીસીની તપાસ રિપોર્ટમાં મિશ્ર વાતો છે. આવોલ વર્મા પર તપાસની જરૂરિયાત લાગે છે.


સીવીસીની તપાસ રિપોર્ટમાં સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માને ક્લીનચિટ આપવામાં આવી નથી. સુપ્રીમ કોર્ટે CVCના રિપોર્ટ આલોક વર્માના વકીલ ફલી નરીમન, અટોર્ની જનરલ અને CVCના વકીલ તુષાર મહેતાને સીલબંધ કવરમાં આપવાનો આદેશ કર્યો હતો. બધા પક્ષ 20 નવેમ્બરની સુનાવણીથી એક દિવસ પહેલા 19 નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં તેમનો જવાબ દાખલ કરાવે અને સુનાવણી 20 નવેમ્બરે થશે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...