ગુજરાત રાજ્યસભા ચૂંટણીને લઇ સુપ્રીમ કોર્ટે પંચને આપી નોટિસ, હવે 25મી જૂને યોજાશે સુનાવણી
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી. જેને લઇ આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે
નવી દિલ્હી: ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઇને કોંગ્રેસની અરજી પર આજે (બુધવાર) સુપ્રીમ કોર્ટ સુનાવણી કરવામાં આવી છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બે સીટો માટે ચૂંટણી પંચની સૂચનાને પડકાર આપતી એક અરજી દાખલ કરી હતી. જેને લઇ આજે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે અને આ મામલે 25 જૂનના રોજ વધુ સુનાવણી કરવામાં આવશે.
વધુમાં વાંચો:- ઓમ બિરલાની લોકસભા સ્પીકર તરીકે પસંદગી, પીએમ મોદી સહિત નેતાઓએ આપ્યો હતો પ્રસ્તાવ
ગુજરાત રાજ્યસભામાં ખાલી થયેલી બે સીટો પર 5 જૂલાઇએ ચૂંટણી યોજાશે. આ બંને સીટ પર એકસાથે ચૂંટણી થયા તેવી કોંગ્રેસ દ્વાર અરજી કરવામાં આવી હતી. તેઓએ આ અરજીમાં જણાવ્યું હતું કે, અમિત શાહ અને સ્મૃતિ ઇરાની દ્વારા ખાલી કરવામાં આવેલી બે સીટો પર એક સાથે ચૂંટણી કરવામાં આવે. પરંતુ ચૂંટણી પંચ દ્વારા બંને સીટની ચૂંટણીની પ્રક્રિયા એકસાથે થશે પરંતુ મતદાન અલગ-અલગ યોજવાનું જાહેરનામુ બહાર પાડતા ગુજરાતમાં પ્રથમ વખત એક જ દિવસે થનારી ચૂંટણી બે અલગ અલગ ચૂંટણી ગણાશે. ત્યારે એક જ દિવસે બંને સીટો પર અલગ અલગ ચૂંટણી કરવી તે ગેરબંધારણીય અને બધારણની ભાવનાઓ વિરૂદ્ધ છે.
વધુમાં વાંચો:- અમરનાથ યાત્રા પર આતંકના છે 6 ખતરા, ફૂલપ્રૂફ સુરક્ષા માટે છે આ પ્લાન
ચૂંટણી પંચની સૂચના મુજબ અમિત શાહનું લોકસભા ચૂંટણી જીત્યાનું પ્રમાણપત્ર 23 મેના રોજ મળ્યું હતું. જ્યારે સ્મૃતિ ઇરાનીને 24 મેના રોજ મળ્યું હતું. તેનાથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર આવી ગયું છે. તેના આધારે ચૂંટણી પંચે રાજ્યની બંને સીટોને અલગ અલગ ગણી છે. પરંતુ ચૂંટણી એક જ દિવસે યોજાશે. જેના પરિણામે બંને સીટો પર ભાજપ સરળતાથી જીત મેળવી શકશે. કેમ કે, ચૂંટણી પંચના જાહેરનામાથી ભાજપના ધારાસભ્યોને બે વખત મતદાન કરવાની તક મળશે. જો કે, બંને બેઠકની ચૂંટણીનું મતદાન એક જ સાથે કરીને એક જ ચૂંટણી ગણી હોત તો આ સ્થિતિમાં કોંગ્રેસ એક સીટ સરળતાથી જીતી શકશે. કેમ કે, તેમની પાસે 71 ધારાસભ્યો છે.
વધુમાં વાંચો:- PM મોદીની અધ્યક્ષતામાં આજે થશે સર્વદળીય બેઠક, ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ મુદ્દે થશે ચર્ચા
ત્યારે આ અંગે ચૂંટણીપંચે પોતાના જાહેરનામામાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની 147થી 151ની કલમની જોગવાઇઓ મુજબ યોજાઇ રહી છે. બેઠક દીઠ અલગ ચૂંટણી અંગે દિલ્હી હાઇકોર્ટમાં 1994માં થયેલી રીટ પિટીશન નં.132 (એ.કે.વાલીયા વિ. યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સ) તેમજ વર્ષ 2006માં થેયલી રીટ પિટીશન નં. 9357 (સત્યપાલ મલિક વિ. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા)ના અનુક્રમે વર્ષ 1994 અને વર્ષ 2009માં આવેલા ચૂકાદાને અનુસરવામાં આવ્યા છે.
જુઓ Live TV:-