પ્રવાસી મજૂરોની સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું?
પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો આદેશ આપતા કહ્યું કે જે મજૂરો પાછા ફરવા માંગતા હોય તેમને 15 દિવસમાં વતન પાછા મોકલો. કોર્ટે રાજ્યો પાસેથી સોગંદનામું માંગ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય 15 દિવસમાં બાકીના શ્રમિકોને તેમના ગામ પાછા મોકલે. શ્રમિક ટ્રેન વધુ દોડાવવામાં આવે જેથી કરીને તેમને મુસાફરી માટે અપ્લાય કર્યાના 24 કલાકમાં જ ટ્રેન મળી જાય.
નવી દિલ્હી: પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો આદેશ આપતા કહ્યું કે જે મજૂરો પાછા ફરવા માંગતા હોય તેમને 15 દિવસમાં વતન પાછા મોકલો. કોર્ટે રાજ્યો પાસેથી સોગંદનામું માંગ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય 15 દિવસમાં બાકીના શ્રમિકોને તેમના ગામ પાછા મોકલે. શ્રમિક ટ્રેન વધુ દોડાવવામાં આવે જેથી કરીને તેમને મુસાફરી માટે અપ્લાય કર્યાના 24 કલાકમાં જ ટ્રેન મળી જાય.
કોર્ટે કહ્યું કે પલાયન કરવાનું મન બનાવી ચૂકેલા મજૂરોને આજથી 15 દિવસની અંદર પોતાના ગામ કે તેઓ જ્યા જવા માંગતા હોય ત્યાં મોકલવાના યોગ્ય ઈન્તેજામ સુનિશ્ચિત કરવામાં આવે. રાજ્યો શ્રમિકોને સ્થાનિક સ્તર પર રોજગારી આપવાની સ્કિમ તૈયાર કરે. આ માટે પલાયન કરી ગયેલા તમામ શ્રમિકોની ઓળખ કરીને પૂરી વિસ્તૃત જાણકારીવાળો ડેટા તૈયાર કરવામાં આવે. ત્યારબાદ તેમને યોગ્ય રોજગારી આપવાની યોજના તૈયાર કરવામાં આવે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube