નવી દિલ્હીઃ Supreme Court On Ambani Family Security: સુપ્રીમ કોર્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષાને લઈને સ્પષ્ટતા કરી છે. કોર્ટે કહ્યું કે Z+ શ્રેણીની આ સુરક્ષા માત્ર મુંબઈ સુધી સીમિત નથી. તે દેશભરમાં અને હિન્દુસ્તાનની બહાર પણ ઉપલબ્ધ રહેશે. કોર્ટે તે પણ કહ્યું કે આ સુરક્ષાનો ખર્ચ અંબાણી પરિવાર ખુદ ઉઠાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં સુપ્રીમ કોર્ટે પાછલા વર્ષે આ સુરક્ષા પર સવાલ ઉઠાવનાર ત્રિપુરાના એક વ્યક્તિની અરજીનો નિકાલ કર્યો હતો. પરંતુ તે અરજીકર્તાએ સ્પષ્ટતા માંગી હતી કે આ અંબાણી પરિવારની સુરક્ષા માત્ર મહારાષ્ટ્ર સુધી સીમિત છે કે તેની બહાર પણ.


કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને મહારાષ્ટ્ર સરકારે પાછલા વર્ષે કોર્ટને જણાવ્યું હતું કે મુકેશ અંબાણી અને તેમના પરિવારની સુરક્ષા પર ખતરાને લઈને ગુપ્તચર એજન્સીઓ તરફથી રિપોર્ટ છે. અંબાણી પરિવાર માટે રજૂ થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પણ કહ્યું કે દેશની આર્થિક સ્થિરતાને પ્રભાવિત કરવાનો ઇરાદો રાખનારથી તેમને દુનિયાભરમાં ખતરો છે. 


આ પણ વાંચોઃ 122 વર્ષ બાદ સૌથી વધુ ગરમ રહ્યો ફેબ્રુઆરી, આગામી ત્રણ મહિના ભારે ગરમીની આગાહી


સુનાવણીની કોઈ જરૂર નહીં
22 જુલાઈ 2022 ના રોજ, સુપ્રીમ કોર્ટે સરકારને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પરિવારને આપવામાં આવેલી સુરક્ષા જાળવવાની મંજૂરી આપી. સુપ્રીમ કોર્ટે ત્રિપુરા હાઈકોર્ટના તે આદેશને રદ કર્યો હતો જેમાં આ સુરક્ષા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. હાઈકોર્ટના આદેશમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સક્ષમ અધિકારીને હાજર થઈને અંબાણી પરિવારને સુરક્ષા આપવાની જરૂરિયાત અંગે સ્પષ્ટતા આપવા કહેવામાં આવ્યું હતું.


પાછલા વર્ષે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને હિમા કોહલીની ખંડપીઠે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે આ મામલે હાઈકોર્ટમાં કેવી રીતે સુનાવણી થઈ રહી છે. ખંડપીઠે કહ્યું હતું કે ત્રિપુરા હાઈકોર્ટમાં અરજી કરનારને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી, અંબાણી પરિવાર પોતાની સુરક્ષાનો ખર્ચ ઉઠાવી રહ્યો છે. આ મુદ્દે કોઈ સુનાવણીની જરૂર નથી.


આ પણ વાંચોઃ સાત આતંકીઓને ફાંસીની સજા, એકને આજીવન કેદ, એનઆઈએ કોર્ટનો ચુકાદો


શું છે મામલો?
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા પર ખતરાને જોતા તેમને  Z+ સુરક્ષા આપવામાં આવી છે. તેમના પરિવારના કેટલાક સભ્યોને પણ  Y+ સુરક્ષા આપવામાં આવી છે. બિકાસ સાહા નામના અરજીકર્તાએ જનહિત અરજી દ્વારા તેને ત્રિપુરા હાઈકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. અરજીનો સ્વીકાર કરતા હાઈકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે અંબાણી પરિવારના ખતરાને લઈને જવાબ આપવાનું કહ્યું હતું. હાઈકોર્ટે કહ્યું હતું કે મંત્રાલયના અધિકારી વ્યક્તિગત રૂપથી રજૂ થઈને જાણકારી આપે. 


આને પડકારતાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. બોમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તેની સામે અગાઉ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ સમગ્ર મામલાને ત્રિપુરા સાથે કોઈ લેવાદેવા નથી. સરકારે એમ પણ કહ્યું હતું કે પરિવારને સુરક્ષા આપવાનો વિરોધ જાહેર હિતની અરજીનો વિષય ન હોઈ શકે. ગયા વર્ષે જ સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી હતી અને સુરક્ષા ચાલુ રાખવાનો આદેશ આપ્યો હતો. હવે તે ઓર્ડર પર વધુ સ્પષ્ટતા આપી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube