નવી દિલ્હી : કોરોના વાયરસ લોકડાઉન વચ્ચે બોર્ડર સીલ હોવાને કારણે પરેશાન લોકોને ઝડપી રાહત મળી શકે છે. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરતા કહ્યું કે, દિલ્હી-એનસીઆર માટે એક જ પાસ હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક કોમન પાસ બને જેની હરિયાણા, યુપી અને દિલ્હી ત્રણેય રાજ્ય દ્વારા માન્યતા આપવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIVE: ઓસ્ટ્રેલિયાના PM ને ગુજરાતી ખીચડીનું વળગણ, વર્ચ્યુઅલ સમિટમાં પણ કર્યો ઉલ્લેખ

એક અઠવાડીયામાં આવે સમસ્યાનો ઉકેલ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ત્રણેય રાજ્યો માટે એક જ પાસ હોવો જોઇએ. તેનો અર્થ છે કે એક જ કોમન પાસ બને એક જ પોર્ટલ પર. કોર્ટે કેન્દ્ર પાસે આ અંગે એક જ અઠવાડીયામાં ઉકેલ લાવવા માટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કેન્દ્ર સરકાર દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ લાવે તે જરૂરી છે.


મોડી રાત્રે પડેલા ભારે વરસાદે રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં અંધાધૂંધી સર્જી 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube