નવી દિલ્હી : પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી પરિવહન વિભાગને આદેશ આપ્યો કે દિલ્હીમાં 10 વર્ષ જુના ડિઝલ અને 15 વર્ષ જુની પેટ્રોલ ગાડીઓના નમ્બરને વેબસાઇટ પર અપલોડ કરવા તથા રસ્તા પર જોવા મળે તો તત્કાલ સીઝ કરવા માટે આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ને કહ્યું કે, તેઓ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ખોલે જેથી લોકો તેના પર પ્રદૂષણ અંગેની ફરિયાદો કરી શકે. આ મુદ્દે સુનવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, દિલ્હીમાં પ્રદૂષણની ભયાનક સ્થિતી છે અને જુની દિલ્હીમાં પરિસ્થિતી ખુબ જ ખરાબ છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે કહ્યું કે, સવારે ઉઠતાની સાથે જ ધુંધળા વાતાવરણ પરથી જ અંદાજ લગાવી શકાય છે કે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતી કેટલી ખરાબ છે. એમિક્સ ક્યુરી વકીલે કહ્યું કે, સરકાર તથા અધિકારી નથી સાંભળતા તેઓ જનતા પ્રત્યે જવાબદાર છે માટે સોશિયલ મીડિયા જરૂરી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 26 એપ્રીલ, 2014ના રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ દિલ્હી - એનસીઆરમાં વધતા પોલ્યુશન મુદ્દે આદેશ ઇશ્યું કરવામાં આવ્યું હતું. જેના હેઠળ એનસીઆરમાં 15 વર્ષ જુના વાહનોના આવવા જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ 7 એપ્રીલ, 2015ના રોજ એનસીઆરમાં 10 વર્ષ જુના ડીઝલથી સંચાલિત વાહનોના સંચાલન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટ સુધી પહોચી હતી, જો કે સુનવણી બાદ ડીઝલતી ચાલતા 10 વર્ષ જુના વાહન અને પેટ્રોલથી સંચાલિત 15 વર્ષ જુના વાહનો પર સંપુર્ણ પ્રતિબંધ લગાવવાનો આદેશ અપાયો છે. સાથે જ તેમને માર્ગ પર ચાલવાથી રોકવા માટે પણ નિર્દેશો અપાયા હતા. 

આ આદેશ છતા શહેરનાં માર્ગો પર એવા વાહનો  સતત કાળા ધુમાડા છોડી રહ્યા છે અને પ્રદૂષણ વધી રહ્યું છે. જો કે કાગળમાં તો એવા વાહનોનું રજીસ્ટ્રેશન બંધ થઇ ગયું હતું.  સાથે જ તેના ઇન્શ્યોરન્સ પણ નથી કરવામાં આવતું પરંતુ ટ્રાફીક પોલીસ તથા રિઝનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (RTO)ના રેઢીયાળ કાર્યપ્રણાલીના કારણે એવા વાહનો માર્ગથી અત્યાર સુધી નથી હટ્યા. આ બંન્ને વિભાગોએ એવા વાહનોને રોકવા માટે કોઇ ખાસ અભિયાન નથી ચલાવ્યું. વાયુ પ્રદૂષણને ધ્યાને રાખી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે કેન્દ્ર અને રાજ્યના નેજા હેઠળ બે કમિટીઓની રચના કરવા માટેનો આદેશ આપ્યો હતો.