નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ભારતમાં કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે, જ્યાં સુધી કોરોના વાયરસની વેક્સિન ન આવે ત્યાં સુધી નિયમોનું કડક રીતે પાલન થવું જોઈએ. માસ્કનો ઉપયોગ અને સોશિયલ ડિસ્ટેન્સિંગના નિયમોનું સખત પાલન થાય તે જરૂરી છે, પરંતુ તેની જમીની હકીકત શું છે? કોર્ટે કહ્યું કે, આકરા ઉપોયની જરૂર છે અને કેન્દ્ર સરકારને દેશભરમાં ગાઇડલાઇન લાગૂ કરવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે રાજકોટમાં કોરોના હોસ્પિટલમાં લાગેલી આગને ધ્યાને લીધી છે. આ મામલાની સુનાવણી કરતા કોર્ટે આ વાત કહી છે. કોર્ટે ગુજરાત સરકાર પાસે પણ જવાબ માગ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે રાજકોટની એક કોરોના હોસ્પિટલમાં લાગેલી આગને કારણે પાંચ દર્દીઓના મોત પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમે કહ્યું કે, જુલૂસ કાઢવામાં આવી રહ્યાં છે અને 80 ટકા લોકો માસ્ક પહેરતા નથી. ઘણા મોઢા પર માસ્ક લટકાવે છે. એસઓપી અને દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, પરંતુ તેના પાલન કરવાને લઈને કોઈ ઈચ્છાશક્તિ દેખાતી નથી.


બુરાડીનું નિરંકારી ગ્રાઉન્ડ બનશે કિસાનોનું 'જંગત-મંતર', પ્રદર્શન કરવાની મળી મંજૂરી


જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આરએસ રેડ્ડી અને જસ્ટિસ એમઆર શાહની પીઠે દેશમાં કોરોના કેસની વૃદ્ધિ પર ધ્યાન આપતા કહ્યું કે, રાજ્યોએ રાજનીતિથી ઉપર ઉઠીને મહામારીનો સામનો કરવાનો પ્રયાસ કરવો પડશે. કેન્દ્ર તરફથી રજૂ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પીઠને આશ્વાસન આપ્યુ કે, કેન્દ્રીય ગૃહ સચિવ શનિવાર સુધી બેઠક બોલાવશે અને ભારતની સરકારી હોસ્પિટલોમાં અગ્નિ સુરક્ષા પર નિર્દેશ જાહેર કરશે. મેહતાએ પીઠને જણાવ્યું કે, કોરોનાની લહેર પહેલાની તુલનામાં વધુ ખતરનાક લાગી રહી છે અને આ દસ રાજ્ય વર્તમાનમાં કુલ પોઝિટિવ મામલામાં 77  ટકા યોગદાન આપી રહ્યાં છે. પીઠે સ્વીકાર્યુ કે સ્થિતિનો સામનો કરવા માટે કડક ઉપાયોની જરૂર છે અને મામલાની સુનાવણી એક ડિસેમ્બર સુધી ટાળી દીધી છે. 


મહત્વનું છે કે ભારતમાં કોરોનાના અત્યાર સુધી 93 લાખથી વધુ કેસ સામે આવી ચુક્યા છે અને એક લાખ 35 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43 હજારથી વધુ કેસ સામે આવ્યા અને 492 લોકોના મૃત્યુ થયા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube