નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra) ના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh)  વિરુદ્ધ મુંબઈ પોલીસ (Mumbai Police) ના પૂર્વ કમિશનર પરમબીર સિંહની અરજી પર આજે સુપ્રીમ કોર્ટની સુનાવણી થઈ. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે પરમબીર સિંહને બોમ્બે હાઈકોર્ટમાં જવાનું કહ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાઈકોર્ટની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યા?
પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ એસ કે કૌલે કહ્યું કે આ મામલે બોમ્બ હાઈકોર્ટમાં અપીલ કરો. સુનાવણી શરૂ થતા જ જસ્ટિસ કોલે સૌથી પહેલો સવાલ એ કર્યો કે હાઈકોર્ટની જગ્યાએ સુપ્રીમ કોર્ટમાં કેમ આવ્યાં?


મામલો ખુબ ગંભીર-સુપ્રીમ
પરમબીર સિંહ (Param Bir Singh)  તરફથી કાઉન્સિલ મુકુલ રોહતોગીએ બેન્ચને આશ્વાસન આપતા કહ્યું કે તેઓ આજે જ બોમ્બે હાઈકોર્ટમાં અપ્રોચ કરશે અને બોમ્બે હાઈકોર્ટને આવતી કાલે સુનાવણી કરવા માટે આદેશ આપવાની ભલામણ પણ કરશે. અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે આ મામલો ખુબ ગંભીર છે. કેટલીક ચીજો જાહેર થવાથી કેટલાક લોકોની છબીને નુકસાન થઈ રહ્યું છે. 


શું છે મામલો
વાત જાણે એમ છે કે પરમબીર સિંહે અરજી દ્વારા કોર્ટ પાસે મુંબઈ પોલીસ કમિશનર પદેથી તેમની બદલીને મનમાની અને ગેરકાયદે ગણાવતો આરોપ લગાવીને આ આદેશને રદ કરવાની અપીલ કરી છે. સિંહે એક વચગાળાની રાહત તરીકે પોતાની બદલીના આદેશ પર રોક  લગાવવાની અને રાજ્ય સરકાર, કેન્દ્ર તથા સીબીઆઈને દેશમુખના ઘરના સીસીટીવી ફૂટેજ તરત કબ્જે લેવાના નિર્દેશ આપવાની પણ અપીલ કરી છે. 


પરમબીર સિંહે લગાવ્યા આ આરોપ
પરમબીર સિંહે અરજીમાં કહ્યું છે કે દેશમુખે પોતાના ઘરે ફેબ્રુઆરી 2021માં વરિષ્ઠ પોલીસ અધિકારીઓને અવગણીને ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટ, મુંબઈના સચિન વાઝે તથા સોશિયલ સર્વિસ બ્રાન્ચ મુંબઈના એસીપી સંજય પાટીલ સહિત અન્ય પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને દર મહિને 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો લક્ષ્ય આપ્યો હતો. આ સાથે જ તમામ કંપનીઓ અને અન્ય સ્ત્રોતો પાસેથી પણ વસૂલીના નિર્દેશ આપ્યા હતા. 


Sachin Vaze Case માં હવે આ ગુજરાતની મહિલાની કોણ? જેના હાથમાં જોવા મળ્યું નોટ ગણવાનું મશીન


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube