SC એ સેનામાં મહિલાઓને સ્થાયી કમીશનને આપી મંજૂરી કહ્યું- `ઇન્ડીયન આર્મીમાં લાવવી પડશે સાચી સમાનતા`
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં ભારતીય સેના ( Indian Army)માં મહિલાઓને સ્થાયી કમીશન (permanent commission ) આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેનામાં મહિલાઓને લઇને વિચારસણી બદલવાની જરૂર છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં ભારતીય સેના ( Indian Army)માં મહિલાઓને સ્થાયી કમીશન (permanent commission ) આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સેનામાં મહિલાઓને લઇને વિચારસણી બદલવાની જરૂર છે.
જસ્ટિસ ડીવાઇ ચંદ્વચૂડ અને જસ્ટિસ અજ્ય રસ્તોગીની બેંચ કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ, એક વિકાસવાદી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતાં કહ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા દિલ્હી હાઇકોર્ટના ચૂકાદા પર રોક લગાવવામાં ન આવી તેમછતાં કેન્દ્રએ હાઇકોર્તના ચૂકાદાને લાગૂ ન કર્યો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેન્દ્રની દલીલો પરેશાન કરનારી છે.
તમને જણાવી દઇએ કે દિલ્હી હાઇકોર્ટે 12 માર્ચ 2010ના રોજ શોર્ટ સર્વિસ કમીશન હેઠળ આવનાર મહિલાઓને નોકરીમાં 14 વર્ષ પુરા કરતાં પુરૂષોની માફક સ્થાયી કમીશન આપવાનો આદેશ આપ્યો હતો પરંતુ હાઇકોર્ટના ચૂકાદા વિરૂદ્ધ રક્ષા મંત્રાલય સુપ્રીમ કોર્ટ પહોંચી ગયું હતું.
અને શું કહ્યું સુપ્રીમ કોર્ટે?
- સેનામાં મહિલાઓને લઇને વિચારસણી બદલવાની જરૂર છે.
- મહિલાઓ પુરૂષોની સાથે ખભેથી ખભો મિલાવીને કામ કરે છે.
- મહિલા સેના અધિકારીઓએ દેશનું ગૌરવ વધાર્યું. કોર્ટના કર્નલ કુરૈશીનો ઉલ્લેખ કર્યો. કેપ્ટન તાન્યા શેરગિલ વગેરેના ઉદાહરણ આપ્યા.
- સ્થાયી કમીશન આપવાની મનાઇ સ્ટીરિયોટાઇપ્સ પૂર્વાગ્રહોનું પ્રતિનિધિત્વ કરે છે.
તમને જણાવી દઇએ કે હાઇકોર્ટના ચૂકાદાના 9 વર્ષ પછી સરકારે ફેબ્રુઆરી 2019માં 10 વિભાગોમાં મહિલા અધિકારીઓને સ્થાયી કમિશન આપવાની નીતિ બનાવી, પરંતુ કહ્યું કે તેનો લાભ માર્ચ 2019 પછીથી સેવામાં આવનાર મહિલા અધિકારીઓને જ મળશે પરંતુ હવે આ લાભ માર્ચ 2019 પહેલાં સેવામાં આવી ચૂકેલી મહિલાઓને પણ મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube