નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે કેન્દ્ર અને દિલ્હી સરકારને બુધવારે સુધી આ વિશે વલણ સ્પષ્ટ કરવા કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં કચરાના પહાડને સાફ કરવાની જવાબદારી કોની છે. ઉપરાજ્યપાલ અનિલ બૈજલ પ્રત્યે જવાબદાર અધિકારીઓને કે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના પ્રત્યે જવાબદાર અધિકારીઓની? 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટે આ સૂચન તેવા સમયે આપ્યું છે જ્યારે થોડા દિવસ પહેલા ઉપરાજ્યપાલ અને આમ આદમી પાર્ટી સરકાર વચ્ચે સંત્તા સંઘર્ષ પર નિર્ણય સંભળાવતા વ્યવસ્થા આપી હતી કે ઉપરાજ્યપાલ પાસે નિર્ણય લેવાની કોઈ સ્વતંત્ર શક્તિ નથી અને તે ચૂંટાયેલી સરકારની મદદ તથા સલાહથી કામ કરવા માટે બંધાયેલા છે. 


કચરો સાફ કરવા માટે જવાબદાર કોણ છે
ન્યાયમૂર્તિ એમ બી લોકૂર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની પીઠે કહ્યું, હવે અમને નિર્ણયનો ફાયદો છે. દિલ્હી વિશેષ કરીને ભલસ્વા, ઓખલા અને ગાજીપુરમાં કચરાના પહાડ છે. અમે જાણવા ઈચ્છીએ છીએ કે કચરો સાફ કરવા માટે જવાબદાર કોણ છે, જે ઉપરાજ્યપાલ પ્રત્યે જવાબદાર છે કે જે મુખ્યપ્રધાન પ્રત્યે જવાબદાર છે. 


સુનાવણી શરૂ થતા પીઠે કેન્દ્ર સરફથી રજૂ એડિશનલ સોલિસિટર જનરલ પિંકી આનંદ અને દિલ્હી સરકારના વકીલને પૂછ્યું કે કચરા મેનેજમેન્ટ કોના અધિકાર ક્ષેત્રમાં આવે છે. 


દિલ્હી કચરામાં દબાઇ રહ્યું છે અને મુંબઈ પાણીમાં ડૂબી રહ્યું છે
પિંકી આનંદે કહ્યું કે, તે બુધવારે આ મુદ્દા પર એફિડેવિડ ફાઇલ કરશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, દિલ્હી કચરાના ઢગલામાં દબાઇ રહી છે અને મુંબઈ પાણીમાં ડૂબી રહ્યું છે પરંતુ સરકાર કંઇ કરતી નથી. 
સુપ્રીમ કોર્ટે યોગ્ય સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રેટેજી પર પોતાની નીતિયો પર એફિડેવિડ દાખલ ન કરવા પર દસ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોને દંડ પણ ફટકાર્યો.


આ સ્થિતિ પર પોતાની મજબૂરી જાહેર કરતા સુપ્રીમ કોર્ટે અફસોસ વ્યક્ત કર્યો કે, જ્યારે કોર્ટ હસ્તક્ષેપ કરે છે તો ન્યાયાધીશો પર ન્યાયિક સક્રિયતાના નામ પર નિશાન સાધવામાં આવે છે. તેમણે કહ્યું કે, જ્યારે સરકાર કાંઇ કરતી નથી કે બિનજવાબદાર રીતે કામ કરે છે તો શું કરી શકાય છે.