Sedition Law: સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, રાજદ્રોહ કાયદા પર લગાવી રોક, નવા કેસ દાખલ નહીં થઈ શકે
સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર પુર્નવિચાર સુધી તેના ઉપયોગ પર રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું છે કે પુર્નવિચાર સુધી રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124એ હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. હવે આ મામલે આગામી સુનાવણી જુલાઈમાં થશે.
Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહના કાયદા પર પુર્નવિચાર થાય ત્યાં સુધી તેના ઉપયોગ પર હાલ પુરતી રોક લગાવી છે. કોર્ટે કેન્દ્ર અને રાજ્યોને કહ્યું છે કે પુર્નવિચાર સુધી રાજદ્રોહ એટલે કે આઈપીસીની કલમ 124એ હેઠળ કોઈ નવા કેસ દાખલ કરવામાં ન આવે. હવે આ મામલે આગામી સુનાવણી જુલાઈના ત્રીજા અઠવાડિયામાં થશે. આ સાથે જ કોર્ટે કહ્યું કે જે પેન્ડિંગ કેસ છે તેના પર યથાસ્થિતિ જાળવી રાખવી. રાજદ્રોહના આરોપમાં જે કેસ ચાલી રહ્યા છે અને તે હેઠળ જે આરોપી જેલમાં બંધ છે તેઓ જામીન માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. અત્રે જણાવવાનું કે રાજદ્રોહ કાયદાની બંધારણીય માન્યતાને પડકારવા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી.
આ સુનાવણીમાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો અને જણાવ્યું કે અમે રાજ્ય સરકારને મોકલવામાં આવનારા નિર્દેશનો એક ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. જે મુજબ રાજ્ય સરકારોને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવશે કે જિલ્લા પોલીસ કેપ્ટન કે એસપી કે તેનાથી ઊંચા સ્તરના અધિકારીની મંજૂરી વગર રાજદ્રોહની કલમો હેઠળ એફઆઈઆર દાખલ કરવામાં નહીં આવે. આ દલીલ સાથે તેમણે કોર્ટને કહ્યું કે હાલ આ કાયદા પર રોક લગાવવામાં ન આવે. તેમણે એ પણ કહ્યું કે પોલીસ અધિકારી રાજદ્રોહની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર દાખલ કરવાના સમર્થનમાં યોગ્ય કારણ પણ જણાવશે. કાયદા પર પુર્નવિચાર સુધી વૈકલ્પિક ઉપાય શક્ય છે.
Rajasthan News: ભીલવાડામાં સાંપ્રદાયિક તણાવ, યુવકની ચાકૂના ઘા ઝીંકી હત્યા, કાલ સવાર સુધી ઈન્ટરનેટ બંધ
લગ્ન મંડપમાં બત્તી ગૂલ અને દુલ્હનો બદલાઈ ગઈ! ચર્ચાના ચગડોળે ચડેલા આ મામલાની જાણો સચ્ચાઈ
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube