ઉત્તરાખંડના હલ્દવાનીમાં લગભગ 50 હજાર લોકોના આશિયાના પર બુલડોઝર ચાલવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. પણ સુપ્રીમ કોર્ટે આજે આમામલે 50 હજાર લોકોને મોટી રાહત આપી છે. કોર્ટે હાઈકોર્ટના એ આદેશ પર રોક લગાવી દીધી જેમાં રેલવેને સાત દિવસમાં અતિક્રમણ હટાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 7 દિવસમાં અતિક્રમણ હટાવવાનો નિર્ણય યોગ્ય નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ સંજય કૌલે કહ્યું કે આ મામલાને માનવીય દ્રષ્ટિકોણથી જોવો જોઈએ. જસ્ટિસ કૌલે કહ્યું કે મામલે સમાધાનની જરૂર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એવો આરોપ છે કે હલ્દવાનીમાં લગભગ 4400 જજાર પરિવાર રેલવેની જમીન પર અતિક્રમણ કરીને રહે છે. આ મામલે હાઈકોર્ટે ડિસેમ્બર 2022માં રેલવેને અતિક્રમણ હટાવવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ બાદ આ ઘરોમાં રહેતા લગભગ 50 હજાર જેટલા લોકોના આશિયાના પર બુલડોઝરનો ખતરો તોળાયો હતો. પરંતુ હવે આગામી સુનાવણી સુધી આ લોકોને રાહત મળી છે. 


શું લુપ્ત થઈ જશે જોશીમઠ? શું કહે છે બદ્રીનાથ વિશે આ દંતકથા? ખાસ જાણો


કરોડો ભારતીયો આ ગંભીર બીમારીથી પીડિત, જાણો શરીરના કયા-કયા અંગોને કરે છે પ્રભાવિત


'કોરોનાના કારણે દેશમાં લાગશે લોકડાઉન', જાણો આ વાયરલ દાવાની સચ્ચાઈ


જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ અભય એસ ઓકની બેન્ચે આ કેસમાં સુનાવણી કરી. અરજીકર્તાઓ તરફથી કોલિન ગોન્ઝાલ્વિસે દલીલો કરી. તેમણે હાઈકોર્ટના આદેશ વિશે જણાવ્યું અને કહ્યું કે હજુ એ સ્પષ્ટ નથી કે આ જમીન રેલવેની છે. હાઈકોર્ટના આદેશમાં પણ કહેવાયું છે કે તે રાજ્ય સરકારની જમીન છે. આ નિર્ણયથી હજારો લોકો પ્રભાવિત થશે. 


સુપ્રીમ કોર્ટે રેલવે તરફથી હાજર થયેલા ASG એશ્વર્યા ભાટીને પૂછ્યું કે શું રેલવે અને રાજ્ય સરકાર વચ્ચે જમીન ડિમાર્કેશન થયું છે? વકીલે કહ્યું કે રેલવેના સ્પેશિયલ એક્ટ હેઠળ હાઈકોર્ટે કાર્યવાહી કરીને અતિક્રમણ હટાવવનો આદેશ આપ્યો છે. ASG એશ્વર્યા ભાટીએ કહ્યું કે કેટલીક અપીલો પેન્ડિંગ છે. પરંતુ કોઈ પણ મામલે કોઈ રોક નથી. રેલવેની જમીન પર 4365 ગેરકાયદેસાર નિર્માણ છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube