નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે તામિલનાડુમાં અતિ પછાત સમુદાય વન્નિયારને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશમાં અપાયેલા 10.5 ટકા અનામતને રદ્દ કરી છે. જસ્ટિસ એલ.નાગેશ્વર રાવ અને જસ્ટિસ બી.આર. ગવઈની પેનલે મદ્રાસ હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો જેમાં અનામત રદ્દ કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટની પેનલે કહ્યું કે અમારો મત છે કે વન્નિયાકુલ ક્ષત્રિયો સાથે એમબીસી સમૂહોના બાકીના 115 સમુદાયોથી અલગ વ્યવહાર કરવા માટે તેમને એક સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કોઈ નક્કર આધાર નથી. આથી 2021નો અધિનિયમ બંધારણની કલમ 14,15 અને 16નો ભંગ છે. આથી અમે હાઈકોર્ટના ચુકાદાને યથાવત રાખીએ છીએ. અત્રે નોંધનીય છે કે તામિલનાડુ વિધાનસભાએ ગત વર્ષ ફેબ્રુઆરીમાં વન્નિયાર સમુદાયને 10.5 ટકા અનામત આપવા માટે તત્કાલિન સત્તાધારી અન્ના દ્રમુક (AIADMK) દ્વારા રજૂ કરાયેલા વિધેયકને પાસ કર્યું હતું. હાલની ડીએમકે સરકારે તેના અમલીકરણ માટે જુલાઈ 2021માં એક આદેશ પસાર કર્યો હતો. 


Madhya Pradesh: સાસુ-વહુના ઝઘડાથી પરેશાન હતા લોકો, આ સમસ્યાનો એવો જબરસ્ત તોડ શોધ્યો...હવે બસ શાંતિ જ શાંતિ


તેણે એમબીસીને આપેલા કુલ 20 ટકા અનામતને વિભાજિત કર્યું હતું અને જાતિઓને ફરીથી સમૂહોમાં વહેંચીને ત્રણ અલગ અલગ શ્રેણીઓમાં વિભાજિત કરી હતી તથા વન્નિયારને 10 ટકા પેટા અનામત ઉપલબ્ધ કરાવી હતી. વન્નિયારને પહેલા વન્નિયાકુલ ક્ષત્રિયના નામથી ઓળખવામાં આવતી હતી. 


(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા સાથે)


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube