નવી દિલ્હી :નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ત્યારે કેન્દ્ર સરકાર માટે આ સૌથી સારા સમાચાર છે. નાગરિકતા કાયદા અંગે આજે સુપ્રિમ કોર્ટમાં સુનવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે નાગરિકતા કાયદા પર પ્રતિબંધ લગાવવાનો ઈન્કાર કર્યો છે. જોકે, આ મામલા પર ચાર સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. હવે આજથી પાંચ સપ્તાહ બાદ ફરીથી સુનવણી થશે. ચીફ જસ્ટિસે કહ્યું કે, હવે ચાર સપ્તાહ બાદ સુનવણી થશે. નવી અરજીઓ પર પ્રતિબંધ લગાવી શકાતુ નથી. આ ઉપરાંત દરેક કેસ માટે એક વકીલને જ તક મળશે. અરજીઓ પર જવાબ આપવા માટે કેન્દ્રને ચાર સપ્તાહનો સમય મળ્યો છે હવે પાંચમા સપ્તાહમાં સુનવણી થશે. તો બીજી તરફ, આસામ સાથે જોડાયેલી અરજીઓ પર કેન્દ્ર સરકારે બે સપ્તાહમાં જવાબ આપવાનો રહેશે. તો સાથે જ સુપ્રિમ કોર્ટે તમામ હાઈકોર્ટને સીએએ સાથે જોડાયેલ સુનવણી ન કરવા કહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું


30 કલાક વિત્યા છતાં સુરતની આગ કાબૂમાં આવી નથી, આગની જ્વાળા ફરી ભભૂકી 


ઢળતી ઉંમરના પ્રેમે ગુલ ખીલવ્યા, સંતાનોના લગ્ન પહેલા સુરતના વેવાઈ અને વેવણ ભાગી ગયા...


હકીકતમાં, ડિસેમ્બરમાં જ્યારે મામલાની સુનવણી થઈ હતી, ત્યારે 60 અરજીઓ હતી. ચીફ જસ્ટિસ એસ. એ બોબડે, જસ્ટિસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચ આ પર સુનવણી કરશે. ડિસેમ્બરમાં કોર્ટે સરકારને નોટિસ તો જાહેર કરી હતી. ડિસેમ્બરમાં કોર્ટે સરકારને નોટિસ જાહેર કરી હતી. પરંતુ કાયદા પર પ્રતિબંધ લગાવ્યો ન હતો. બિનસરકારી સંગઠન માઈનોરિટી ફ્રન્ટ, ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ અને કોંગ્રેસ નેતા જયરામ રમેશ સહિત અનેક લોકોએ આ અરજી દાખલ કરી છે. હકીકતમાં, નાગરિકતા સંશોધન કાયદાનો દેશના અનેક રાજ્યોમાં વિરોધ થઈ રહ્યો છે. અલગ અલગ રાજ્યોના હાઈકોર્ટમાં પણ અનેક અરજીઓ આ કાયદા અંતર્ગત દાખલ કરાઈ છે. ગત દિવસોમાં સીએએને લઈને દાખલ કરાયેલ અરજીની સુનવણી કરતા સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ એસએ બોબડેએ કહ્યું હતું કે, દેશ હજી પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, જ્યારે અહીં શાંતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવવો જોઈએ. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, સીએએની વિરુદ્ઘ જે પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે, તેના પર સુનવણી જાહેર કરીને હિંસાને રોક્યા બાદ જ કરવામાં આવશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...