નવી દિલ્હી: લોકડાઉન (Lockdown) દરમિયાન ખાનગી કંપનીઓ અને ફેક્ટરીઓના કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવાના સરકારી આદેશ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) માં આજે સુનાવણી થઈ. લોકડાઉન દરમિયાન શ્રમિકોને મજૂરી આપવામાં નિષ્ફળ ગયેલી ખાનગી કંપનીઓ, ઉદ્યોગો વિરુદ્ધ કોઈ દંડાત્મક કાર્યવાહી થશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારના શ્રમ વિભાગ વેતન ચૂકવણી મુદ્દે કર્મચારીઓ અને કંપનીઓ વચ્ચે વાતચીત કરાવે. મજૂરોને 54 દિવસના લોકડાઉનની મજૂરીની ચૂકવણી અંગે વાતચીત કરવી પડશે. ઉદ્યોગો અને મજૂર સંગઠન સમાધાનની કોશિશ કરે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને 29 માર્ચના પોતાના આદેશની કાયદાકીય યોગ્યતા પર જવાબ દાખલ કરવા માટે વધુ 4 અઠવાડિયાનો સમય આપ્યો જેમાં સરકારે શ્રમિકોને વેતન ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આગામી સુનાવણી જુલાઈના અંતિમ સપ્તાહમાં થશે. 


લોકડાઉન દરમિયાન ખાનગી કંપનીઓ તથા ફેક્ટરીઓ વગેરેના કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવાના સરકારી આદેશપર ગત સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે  કહ્યું હતું કે આ મામલે સુપ્રીમ કોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવામાં અસમર્થ રહેલી કંપનીના માલિકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવામાં આવે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું જ્યારે લોકડાઉન શરૂ થયું તો કર્મચારીઓને કામવાળી જગ્યા છોડીને પોતાના ગૃહરાજ્યો તરફ પલાયન કરતા રોકવાના હેતુસર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આખરે તો આ મામલો કર્મચારીઓ અને કંપની વચ્ચેનો છે અને સરકાર તેમા હસ્તક્ષેપ કરશે નહીં. 


હકીકતમાં કેન્દ્ર સરકારે આદેશ આપ્યો હતો કે 54 દિવસની સેલરી આપવી પડશે. પરંતુ તેના વિરુદ્ધ અનેક કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે શ્રમ સંગઠનો અને ઉદ્યોગ માલિકોને વચ્ચેના રસ્તા પર વિચાર કરવાનું કહ્યું છે. કહેવાયું છે કે ઉદ્યોગો અને મજૂરો એકબીજા પર નિર્ભર છે. આથી બંને પક્ષ સમાધાનની કોશિશ કરે. એમ પણ કહેવાયું છે કે તેમાં શ્રમ વિભાગની મદદ લેવામાં આવી શકે છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube