નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra)માં ચાલી રહેલા રાજકીય ગતિરોધ પર દેશની સૌથી મોટી કોર્ટ આજે (26 નવેમ્બર)ના રોજ ચૂકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા મહારાષ્ટ્ર (Maharashtra)માં ભાજપ-અજિત પવાર (Ajit Pawar)ને સરકાર બનાવવા માટે આમંત્રણના મામલે પોતાનો આદેશ આજે સવારે 10:30 વાગે પેન્ડીંગ રાખ્યો હતો. આ પ્રકારે ભાજપ-અજિત પવારને એક દિવસની રાહત મળી ગઇ હતી. જ્યારે આજે સવારે સુપ્રીમ કોર્ટે પોતાનો ચૂકાદો સંભળવતાં કહ્યું હતું કે હોર્સ ટ્રેડિંગને રોકવા માટે આવતીકાલે ફ્લોર ટેસ્ટ થશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજિત પવારે આ 2 બિંદુઓ પર હજુપણ જીતી શકે છે, આમ થયું તો શરદ પવારને આપશે ધોબીપછાડ!

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ પર આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વપૂર્ણ ફેંસલો સંભળાવી દીધો છે. કોર્ટના આદેશ અનુસાર ફ્લોર ટેસ્ટ બુધવારે સાંજે 5 વાગ્યા પહેલા થશે. ફ્લોર ટેસ્ટનું લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની જસ્ટિસ એનવી રમન્ન, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ અશોક ભૂષણની બેંચે આ ચૂકાદો સંભળાવ્યો છે. 


બેંચના સૌથી સીનિયર જજ એનવી રમન્નાએ ચૂકાદો વાંચતી વખતે કહ્યું કે સંસદીય પરંપરામાં કોઇ દરમિયાનગિરી ન જોઇએ. આપણે લોકતાંત્રિક મૂલ્યોને જાળવવા પડશે.  સુપ્રીમ કોર્ટે દેવેંદ્વ ફડણવી સરકારને 24 કલાકની અંદર ફ્લોર ટેસ્ટનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે ફડણવીસ સરકારને 27 નવેમ્બરના રોજ ઓપન બેલેટ પેપર દ્વારા ટેસ્ટ આપવો પડશે. તેની વીડિયોગ્રાફી પણ થશે. ફ્લોર ટેસ્ટ પ્રોટેમ સ્પીકરની દેખરેખમાં જ થશે. 

અજિત પાવરને ઝટકો, NCP ધારાસભ્ય દળના નેતા જયંત પાટિલ કરી શકશે વ્હીપ જાહેર


સુપ્રીમ કોર્ટે કહ્યું કે 'મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટાયેલા બધા સભ્યો 27 નવેમ્બરના રોજ શપથ લેશે. અમે મહારાષ્ટ્રના રાજ્યપાલને અનુરોધ કરીએ છીએ કે 27 નવેમ્બરના રોજ વિશ્વાસનો મત સુનિશ્વિત કરે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની પુરી કાર્યવાહીનું સીધું પ્રસારણ થશે. કોર્ટે એમપણ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિશ્વાસના મત દરમિયાન ગુપ્ત મતદાન થશે, પુરી પ્રક્રિયામાં પાંચ વાગ્યા સુધી પુરી થવી જોઇએ. તો બીજી તરફ શિવસેના-એનસીપી-કોંગ્રેસ ગઠબંધન દ્વારા કોર્ટમાં રજૂ થયેલા કપિલ સિબ્બલે માંગ કરી છે કે કોર્ટ સીએમ દેવેન્દ્વ ફડણવીસ પર મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવા પર પ્રતિબંધ લગાવે. કોર્ટે આ વિશે કોઇ ટિપ્પણી ન કરી. 

NCP નો દાવો, 'અજિત પવારની પાસે ફક્ત એક ધારાસભ્ય, 52 MLAs અમારી સાથે'

શિવસેના-એનસીપી અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી અરજીમાં રાજ્યપાલ દ્વારા અચાનક રાષ્ટ્રપતિ દૂર કરવા અને ઉતાવળમાં દેવેંદ્વ ફડણવીસને શપથ અપાવવા વિરૂદ્ધ કોર્ટે તરફ વલણ કર્યું હતું. આ સાથે જ ત્રણેય પાર્ટીઓ સુપ્રીમ કોર્ટને જલદી ફ્લોર ટેસ્ટ કરાવવાની માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહારાષ્ટ્ર પર ચૂકાદો મંગળવારે સવારે 10:30 વાગે સંભળાવશે. કોર્ટમાં સરકાર દ્વારા સોલિસિટર તુષાર મહેતા રજૂ થયા. તેમણે કોર્ટને કહ્યું કે તે ભાજપને એનસીપી (NCP) દ્વારા આપવામાં આવેલો સમર્થન પત્ર લઇને આવ્યા છે. જેના આધાર પર રાજ્યપાલે નિર્ણય કર્યો.  


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube