અજિત પવાર આ 2 મુદ્દાઓ પર હજુપણ જીતી શકે છે, આમ થયું તો શરદ પવારને આપશે ધોબીપછાડ!

મહારાષ્ટ્રમાં રાતોરાત મોટી ઉલટફેર બાદ અચાનક મુખ્યમંત્રી બનેલા દેવેંદ્વ ફડણવીસની સરકારને બચાવવા માટે ભાજપ દરેક પ્રકારના મરણિયા પ્રયાસ કરી રહી છે. એક તરફ કાનૂની દાવપેચ પર પાર્ટી વિચાર કરી રહી છે, બીજી તરફ નિતિન ગડકરી, પીયૂષ ગોયલ જેવા કેંદ્વીય મંત્રીઓથી માંડીને પાર્ટીના મહાસચિવ ભૂપેંદ્વ યાદવ અને સાંસદોની ટીમને ધારાસભ્યો સાથે સંપર્ક માટે મોરચો માંડવામાં આવ્યો છે.

અજિત પવાર આ 2 મુદ્દાઓ પર હજુપણ જીતી શકે છે, આમ થયું તો શરદ પવારને આપશે ધોબીપછાડ!

નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં રાતોરાત મોટી ઉલટફેર બાદ અચાનક મુખ્યમંત્રી બનેલા દેવેંદ્વ ફડણવીસની સરકારને બચાવવા માટે ભાજપ દરેક પ્રકારના મરણિયા પ્રયાસ કરી રહી છે. એક તરફ કાનૂની દાવપેચ પર પાર્ટી વિચાર કરી રહી છે, બીજી તરફ નિતિન ગડકરી, પીયૂષ ગોયલ જેવા કેંદ્વીય મંત્રીઓથી માંડીને પાર્ટીના મહાસચિવ ભૂપેંદ્વ યાદવ અને સાંસદોની ટીમને ધારાસભ્યો સાથે સંપર્ક માટે મોરચો માંડવામાં આવ્યો છે. આ દરમિયાન કાનૂની વિશેષજ્ઞનું કહેવું છે કે આગળ જતાં ફ્લોર ટેસ્ટ દરમિયાન પણ વિવાદ પર કેસ સુપ્રીમ કોર્ટ જઇ શકે છે. અજિત પવાર (Ajit Pawar) ના વ્હીપ (Whip)ને ફક્ત બે બિંદુઓ પર કાનૂની માન્યતા પ્રાપ્ત થઇ શકે છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે જો અજિત પવાર (Ajit Pawar) ના વ્હીપ (Whip)ને માન્યતા મળે છે તો શરદ પવાર દ્વારા કરવામાં તમામ પ્રયત્નો પર પાણી ફરી વળશે. 

અજિત પવાર અને જયંત પાટીલ બંનેએ વ્હીપ જાહેર કર્યું તો...
સંવૈધાનિક મામલાના જાણકાર અને સુપ્રીમ કોર્ટના વકીલ વિરાગ ગુપ્તાએ કહ્યું કે 'ફ્લોર ટેસ્ટ દરમિયાન જો અજિત પવાર (Ajit Pawar) અને જયંત પાટિલ (નવા ધારાસભ્ય દળના નેતા) બંને વ્હીપ જાહેર કરી દીધી તો બહુમતની સંખ્યામાં વિવાદ સાથે પક્ષાંતરનો મામલો પણ બનશે. આ સ્થિતિમાં સ્પીકરની ભૂમિકા મહત્વાપૂર્ણ હશે. બહુમત સ્પીકરની પસંદગી અને પક્ષાંતર જેવા મામલે વિવાદની સ્થિતિમાં સુપ્રીમ કોર્ટ આગામી રાઉન્ડમાં ફરીથી કેસ આવી શકે છે. 

વિરાગ ગુપ્તાએ કહ્યું કહ્યું અજિત પવારના વ્હીપને બે બિંદુઓ પર માન્ય મળી શકે છે. જોકે શરદ પવારે તેમને ધારાસભ્ય પક્ષના નેતા પદેથી દૂરક અર્યા છે જો પરંતુ પાર્ટીમાંથી દૂર કર્યા નથી. બીજી તરફ ત્રણેય પક્ષો દ્વારા જે પ્રકારે મહાવિકાસ અઘાડી ગઠબંધનની સરકાર બનાવવાની વાત કરવામાં આવી રહી છે, તેમના નેતા વિશે ઔપચારિક રીતે સુપ્રીમ કોર્ટને જણાવવામાં આવ્યું નથી. 

એનસીપીના કુલ 54 ધારાસભ્ય છે. જો સ્પીકરે અજિત પવારની વ્હીપને સ્વિકારી તો તેમના ફેંસલા વિરૂદ્ધ જનાર 53 અન્ય ધારાસભ્યોના વોટ રદ થઇ જશે. જેથી બહુમતના આંકડા માટે 118 રહી જશે. આટલા ધારાસભ્યોનો બંદોબસ્ત હાલ ભાજપ પાસે છે. ભાજપ પાસે પોતાના 105 અને 13 અપક્ષોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે. દેવેંદ્વ ફડણવીસની હાજરીમાં ગત થોડા દિવસોમાં યોજાયેલી બેઠકમાં 118 ધારાસભ્યો રહ્યા છે. 

ભાજપના નેતાઓનું માનવું છે કે શપથ પહેલાં અજિત પવારે ધારાસભ્ય દળના નેતાની હેસિયતથી સમર્થન પત્ર આપ્યો હતો, માટે કાનૂની પેચમાં ફસાશે નહી. મહારાષ્ટ્રમાં સરકાર બની ગઇ, પરંતુ શું સ્થિર રહી શકશે, આ પ્રશ્નના જવાબ પર ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે આઇએએનએસે કહ્યું 'અજિત પવાર ધારાસભ્ય દળના નેતાની હેસિયતથી ભાજપને સમર્થન આપ્યું, જેથી ભાજપના ધારાસભ્ય દળના નેતા દેવેંદ્વ ફડણવીસ મુખ્યમંત્રી બન્યા, કોઇ મોટી મુશ્કેલી નથી, સદનમાં પાર્ટી બહુમત સાબિત કરવાનું રહેશે. 

ધારાસભ્યો પાસેથી રાજીનામું અપાવવાની રણનીતિ
કર્ણાટકમાં જે પ્રકારે 'ઓપરેશન કમલ' ચલાવીને ભાજપે વિરોધી પક્ષોના ધારાસભ્યો પાસેથી રાજીનામું અપાવીને બહુમતના આંકડાને ઓછો કરી પૂર્વમાં સરકાર બનાવી, તે રણનીતિ પર પણ મહારાષ્ટ્રમાં ભાજપ કામ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કાનૂનથી બચવા માટે પાર્ટીના બે-તૃતિયાંશ ધારાસભ્યો તોડવા જરૂરી છે. એવામાં પક્ષોના ઘણા ધારાસભ્યો પાસેથી રાજીનામું અપાવીને ભાજપ બહુમતના આંકડાને એટલો નજીક લાવવા માંગે છે, જ્યાં સુધી તે પહોંચી શકે. જોકે ભાજપ માટે આ ખૂબ સરળ કામ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news