નવી દિલ્હી: કલંકિત નેતાઓની ચૂંટણી લડવાથી રોકવાની અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય ન્યાયપીઠ આજે (25 સપ્ટેમ્બર) ચુકાદો આપી શકે છે. સીજેઆઇ દીપક મિશ્રાની અધ્યક્ષતામાં 5 જજોની બંધારણીય ન્યાયપીઠ મંગળવાર સવારે 10:30 વાગે ચુકાદો આપશે. કોર્ટમાં કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી હતી કે ગંભીર ગુનાઓમાં જેમને 5 વર્ષથી વધુ સજા હોય અને કોઇ વ્યક્તિની સામે ગુનો નોંધવામાં આવ્યો હોય તો તેને ચૂંટણી લડવા પર રોક લગાવવામાં આવી જોઇએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગત ચુકાદામાં ચૂંટણી કમિશને આ માંગને સમર્થન આપતા કહ્યું હતું કે અમે 1997માં અને લો કમિશન 1999માં જનપ્રતિનિધિત્વ કાયદામાં ફરેફાર કરવાની વાત કરી હતી. પરંતુ સરકાર ફેરફાર કરવા માંગતી ન હતી. આ પહેલા પાંચ જજોની બંધારણીય ન્યાયપીઠે કેન્દ્ર સરકારને પૂછ્યુ હતું કે શું ચૂંટણી કમિશનને આ પાવર આપવામાં આવી શકે છે કે તેઓ ગુનામાં સામેલ ઉમેદવારને ચૂંટણીમાં ઉતારે તો તેને ચૂંટણી પ્રતીક આપવાનો ઇનકાર કરી દે? કેન્દ્ર સરકારે તેનો વિરોધ કરતા કહ્યું હતું કે આ ચૂંટાયેલા પ્રતિનિધિ જ નક્કી કરી શકે છે.


સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, અમે અમારા આદેશમાં આ જોડી શકીએ છે કે જો ગુનેગારોને ચુંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવે તો તેને ચૂંટણી પ્રતિક આપવામાં આવે નહીં. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે જો આવું કરવામાં આવ્યું તો રાજકીય દળોમાં વિરોધી એક-બીજા પર ક્રિમિનલ કેસ કરશે. બંધારણીય ન્યાયપીઠે કહ્યું કે કોર્ટ સંસદના અધિકારક્ષેત્રમાં નથી જઈ રહી. જ્યાં સુધી સંસદ કાયદો નથી બનાવતી ત્યાં સુધી અમે ચૂંટણી કમિશનને આદેશ આપીશું કે ક્રિમિનલ બેકગ્રાઉન્ડવાળા લોકોને ચૂંટણી પ્રતિક આપવું નહીં. કોર્ટે કહ્યું હતું કે પાર્ટીને માન્યતા આપતી વખતે ચૂંટણી કમિશન કહે છે કે પાર્ટીને કેટલા વોટ લેવાના હશે.



તમને જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટની બંધારણીય ન્યાયપીઠ આ અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં માંગ કરવામાં આવી હતી કે ગંભીર ગુનાઓમાં જેમને 5 વર્ષથી વધુ સજા હોય અને જે વ્યક્તિની સામે ગુનો નોંધાયો હોય તો તે વ્યક્તિને ચૂંટણી લડવા પર રોક લગાવી દેવામાં આવી જોઇએ. માર્ચ 2016માં સુપ્રીમ કોર્ટે આ મામલે 5 જજોની બંધારણીય ન્યાયપીઠને ધ્યાનમાં લેવા માટે મોકલ્યા હતા. આ મામેલમાં અશ્વિન કુમાર ઉપાધ્યાય ઉપરાંત પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર જેએમ લિંગદોહ અને એક અન્ય એજન્સીઓની અરજીઓ પણ બાકી છે.