રામ જન્મભૂમિ વિવાદ પર જલ્દી સુનાવણીની માગ કરતી અરજી પર આજે સાંભળશે સુપ્રિમ કોર્ટ
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનાવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ ગુરૂવાર સવારે 10:30 વાગ્યે સુનાવણી શરૂ કરશે.
નવી દિલ્હી: અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદની પ્રારંભિક સુનાવણીની માગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી પાંચ જજની બંધારણીય બેન્ચ ગુરૂવાર સવારે 10:30 વાગ્યે સુનાવણી શરૂ કરશે. હિન્દુ પક્ષકાર ગોપલ સિંહ વિશારદે મધ્યસ્થતામાં કોઇ ખાસ પ્રગતિ ન થવાની વાત કરતા કોર્ટથી આ મામલે જલ્દી સુનાવણી કરવાની માગ કરી છે. ગત સુનાવણીમાં કમિટિએ મધ્યસ્થતાની પ્રક્રિયા માટે વધારાના સમયની માગ કરી હતી. કોર્ટે કમિટિને 15 ઓગસ્ટ સુધીનો સમય આપ્યો હતો.
વધુમાં વાંચો:- કર્ણાટક પછી હવે ગોવામાં કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો, 10 MLA જોડાયા ભાજપમા
8 માર્ચના સુપ્રીમ કોર્ટે પૂર્વ જજ એફએમ કલીફુલ્લા, ધર્મ ગુરૂ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પંચુની મધ્યસ્થી તરીકે નિમણૂક કરી હતી. કોર્ટે બધા પક્ષોથી વાત કરી આ મામલે સર્વમાન્ય ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરવા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, પેનલ 4 અઠવાડીયામાં મધ્યસ્થતા દ્વારા વિવાદ દુર કરવાની પ્રક્રિયા શરૂ કરવાની સાથે 8 અઠવાડીયામાં આ પ્રક્રિયા પૂર્ણ કરે.
વધુમાં વાંચો:- રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓને કહ્યું, 'પરાજયથી નિરાશ થવાનું નથી, અમે અમેઠી નહીં છોડીએ'
ચીફ જસ્ટિસે કહ્યું હતું કે, મધ્યસ્થતા પ્રક્રિયા કોર્ટની મોનીટરીંગમાં થશે અને તેને ગોપનીય રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જરૂરીયાત પડે તો મધ્યસ્થ વધુ લોકોને પેનલમાં સામેલ કરી શકે છે. તે કાયદાકીય સહાય પણ લઇ શકે છે. મધ્યસ્થોને ઉત્તર પ્રદેશ સરકાર ફૈઝાબાજમાં બધી સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે.
વધુમાં વાંચો:- ભારતમાં પ્રથમ વખત રોબોટે સ્પાઈન સર્જરી કરીને સર્જ્યો ઈતિહાસ
તે પહેલા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, જો 1 ટકા પણ સમાધાન અને મધ્યસ્થતાના ચાન્સ છે તો પ્રયાસ થવો જોઇએ. જસ્ટિસ બોબડેએ કહ્યું હું કે, મેડિએશનની પ્રક્રિયા ગોપનીય રહેશે અને તે ભૂમિ વિવાદની સુનાવણીની સાથે સાથે ચાલશે. હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોનું કહેવું હતું કે, પહેલા પણ કોર્ટેની પહેલ પર આ રીતથી વિવાદનો ઉકેલ લાવવાનો પ્રયત્ન નિષ્ફળ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
વધુમાં વાંચો:- મોદી કેબિનેટનો મોટો નિર્ણયઃ POCSO Act-2012માં સંશોધનને આપી મંજૂરી
મુસ્લિમ પક્ષકારોની તરફથી વકીલ રાજીવ ધવને કહ્યું હતું કે, મેડિએશનને એક ચાન્સ આપી શકાય છે. પરંતુ હિન્દુ પક્ષને તે ક્લિયર હોવું જોઇએ કે કેવીરીતે આગળ વધી શકાય. જસ્ટિસ બોબડેએ કહ્યું હતું કે, અમે એક પ્રોપર્ટી વિવાદને નિશ્ચિત રીતથી ઉકેલી શકીએ છે, પરંતુ અમે સંબંધોને સુધારવા પર વિચાર કરી રહ્યાં છે.
જુઓ Live TV:-