મોદી કેબિનેટનો મોટો નિર્ણયઃ POCSO Act-2012માં સંશોધનને આપી મંજૂરી

બાળકો સામેના જાતીય અપરાધ માટે મૃત્યુની સજાની જોગવાઈ કરવામાં આવી છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે જેલ અને દંડની જોગવાઈ કરાઈ છે 
 

મોદી કેબિનેટનો મોટો નિર્ણયઃ POCSO Act-2012માં સંશોધનને આપી મંજૂરી

નવી દિલ્હીઃ મોદી કેબિનેટ દ્વારા જાતિય અપરાધથી બાળકોના સંરક્ષણ (POCSO) અધિનિયમ-2012માં સંશોધનને મંજૂરી આપી દીધી છે. બાળકો સામેના જાતીય અપરાધ માટે મૃત્યુની સજાની જોગવાઈ કરવામાં આવી છે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે જેલ અને દંડની જોગવાઈ કરાઈ છે. 

કેબિનેટને પ્રધાનમંત્રી સડકયોજનાના ત્રીજા તબક્કાના વિસ્તરણને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આ નિર્ણયની માહિતી આપતા જણાવ્યું કે, કેબિનેટે પ્રધાનમંત્રી સડકયોજનાના ત્રીજા તબક્કાના વિસ્તરણને મંજુરી આપી દીધી છે. 1,25,000 કિમી સડકનું દેશમાં નિર્માણ થઈ ગયું છે, જેનો અંદાજિત ખર્ચ રૂ.80,250 કરોડ છે. 

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જે અટલજીના સમયે શરૂ થઈ હતી, તેના ત્રીજા તબક્કાને મંજૂરી આપી દેવાઈ છે. તેમણે કહ્યું કે, નાની-નાની ટ્રીબ્યુનલને સમાપ્ત કરીને એક સિંગલ ટ્રીબ્યુનલ બનાવવાને મંજૂરી આપી છે. 

જૂઓ LIVE TV.....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news